Not Set/ અમેરિકાએ ભારતને બતાવી દાદાગીરી, H-1B વિઝા આપવાની સીમા 10થી 15 ટકા સુધી કરી શકે છે મર્યાદિત

વિદેશીઓ H-1B વિઝાને તેમના કારકિર્દીને આગળ વધારવા, એક કુટુંબ શરૂ કરવા અને અમેરિકામાં નવું જીવન બનાવવા માટે ગોલ્ડન ગેટ તરીકે જુએ છે. આ વિઝા ખાસ લોકપ્રિય છે કારણ કે તમે તેનાથી ગ્રીન કાર્ડમાં પણ નામફેર કરી શકો છો. આપને જણાવી દઇએ કે, અમેરિકાએ ભારતને સીધુ જ જણાવી દીધુ છે કે તે આવુ કરનાર દેશો માટે H-1B વીઝા […]

World
h1b visa અમેરિકાએ ભારતને બતાવી દાદાગીરી, H-1B વિઝા આપવાની સીમા 10થી 15 ટકા સુધી કરી શકે છે મર્યાદિત

વિદેશીઓ H-1B વિઝાને તેમના કારકિર્દીને આગળ વધારવા, એક કુટુંબ શરૂ કરવા અને અમેરિકામાં નવું જીવન બનાવવા માટે ગોલ્ડન ગેટ તરીકે જુએ છે. આ વિઝા ખાસ લોકપ્રિય છે કારણ કે તમે તેનાથી ગ્રીન કાર્ડમાં પણ નામફેર કરી શકો છો. આપને જણાવી દઇએ કે, અમેરિકાએ ભારતને સીધુ જ જણાવી દીધુ છે કે તે આવુ કરનાર દેશો માટે H-1B વીઝા સીમિત કરવા પર વિચાર કરી રહ્યુ છે. જો અમેરિકા તેને લાગુ કરે છે તો ભારતનું IT સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થશે. જેને લઇને ગુરુવારે શેર બજારમાં આ કંપનીઓનાં શેરોમાં ઘટાડો જેવા મળ્યો હતો.

સુત્રોના જણાવ્યા મુજબ ટેરીફ અને ટ્રેડ વોરનાં કારણે પણ આવું કરવામાં આવી રહ્યુ છે. અમેરિકા આ બદલાની ભાવનાથી કરી રહ્યું છે. હાલનાં દિવસોમાં ટેરીફ વોરનાં કારણે ભારત અને અમેરિકાનાં સંબંધમો તણાવ જોવામાં આવ્યો છે. વેપારમાં મળતી અમૂક છૂટને સંપૂર્ણ રીતે બંદ કરવામાં આવ્યા બાદ ભારતને છેલ્લા રવિવારે અમેરિકાનાં સામાનો પર વધારે ટેક્સ લાગવાનો પ્લાન કર્યો હતો. તે ઉપરાંત અમેરિકા તે દેશો માટે H-1B વિઝાની સીમા નિર્ધારિત કરવાનું વિચારે છે, જે વિદેશી કંપનીઓ ડેટા જમા કરવા માટે નડી રહી છે.

અમેરિકા ભારતને H-1B વિઝા આપવાની સીમા 10 ટકાથી 15 ટકાની મર્યાદાને ધ્યાનમાં રાખવાનો વિચાર કરી રહી છે.. દર વર્ષે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા 85,000 H-1B વિઝા બહાર પાડે છે અને તેમાંથી 70 ટકા વિઝા ભારતીય કર્મચારીઓ માટે છે. હાલમાં, કોઈપણ દેશ માટેનાં H1-B વિઝા માટે કોઈ સીમા મર્યાદા નથી. આ સંદર્ભમાં, બે ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે તેમને અમેરિકન આયોજન વિશે જણાવવામાં આવ્યું હતું. આ નિર્ણય તે સમયે લેવામાં આવી રહ્યો છે કે, જ્યારે યુ.એસ. સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પોમ્પીયો ભારતની મુલાકાત લેશે ત્યારે આ નિર્ણય લેવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.