અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકી રહી નથી. તાજેતરનો મામલો અમેરિકાના લેવિસ્ટનનો છે. અમેરિકાની મીડિયા અનુસાર, લેવિસ્ટન, મેનમાં બિઝનેસ પર સામૂહિક ગોળીબારમાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા છે. અનેક લોકો ઘાયલ થયા છે અને તેમાથી કેલાક ઘાયલોની હાલત નાજુક છે.
પોલીસના જણાવ્યા અનુસાર, એક શૂટરે બુધવારે રાત્રે આ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શંકાસ્પદ વ્યક્તિના બે તસવીરો પોસ્ટ કરીને કહ્યું કે, આ આરોપી ફરાર છે. પોલીસે હુમલાખોરનો તસવીર જાહેર કરીને લોકોની મદદ માગી છે. તસવીરમાં લાંબી બાંયનો શર્ટ અને જીન્સ પહેરેલ એક દાઢીવાળો માણસ ફાયરિંગ રાઈફલ પકડીને ફાયરિંગ કરી રહ્યો છે.
લેવિસ્ટનમાં સેન્ટ્રલ મેઈન મેડિકલ સેન્ટરે એક નિવેદન જારી કરીને કહ્યું કે, આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને વિવિધ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. લેવિસ્ટન એંડ્રોસ્કોગિન કાઉન્ટીનો એક ભાગ છે અને તે મેઈનના સૌથી મોટા શહેર પોર્ટલેન્ડથી લગભગ 35 માઈલ (56 કિમી) ઉત્તરમાં આવેલું છે.
આ પણ વાંચો: Chandrayan/ શરદ પૂર્ણિમાથી કારતક પૂર્ણિમા સુધી આ વ્રત રાખવાથી મળશે પાપોમાંથી મુક્તિ
આ પણ વાંચો: આજનું રાશિફળ/ મેષ રાશી સહીત આ જાતિના જાતકોને પડશે મુશ્કેલી,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય
આ પણ વાંચો: ઘટસ્ફોટ/ પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ પાકિસ્તાન અંગે કર્યા ઘટસ્ફોટ,હિન્દુઓની હાલત સહિત ધર્મ પરિવર્તન મામલે કર્યા ચોંકાવનારા ખુલાસા