Not Set/ પાકિસ્તાન PM ઈમરાને ખાને કહ્યુ- ભારતનાં ગરીબોની કરવા માંગુ છું મદદ, મળ્યો આ જવાબ

કોરોના સંકટકાળમાં પાકિસ્તાન દિવસો જતા કંગાળ થઇ રહ્યુ છે, તેમ છતા પાકિસ્તાન વડા પ્રધાન ઈમરાન ખાને એક એવી વાત કહી દીધી છે જેને સાંભળી થોડી વાર માટે તમે હસી પડશો. જી હા, પાકિસ્તાન PM નું કહેવુ છે કે કોરોના વાયરસ રોગચાળા દરમિયાન, હુ રોકડ ટ્રાન્સફર ટેક્નોલોજી દ્વારા ભારતીય ગરીબ લોકોને મદદ કરવાની ઓફર કરુ છે. […]

World
0af5dd1df378bc97fd220375f7f93c3d પાકિસ્તાન PM ઈમરાને ખાને કહ્યુ- ભારતનાં ગરીબોની કરવા માંગુ છું મદદ, મળ્યો આ જવાબ

કોરોના સંકટકાળમાં પાકિસ્તાન દિવસો જતા કંગાળ થઇ રહ્યુ છે, તેમ છતા પાકિસ્તાન વડા પ્રધાન ઈમરાન ખાને એક એવી વાત કહી દીધી છે જેને સાંભળી થોડી વાર માટે તમે હસી પડશો. જી હા, પાકિસ્તાન PM નું કહેવુ છે કે કોરોના વાયરસ રોગચાળા દરમિયાન, હુ રોકડ ટ્રાન્સફર ટેક્નોલોજી દ્વારા ભારતીય ગરીબ લોકોને મદદ કરવાની ઓફર કરુ છે. આ વાત દુનિયામાં કોઈને પણ પચી રહી નથી. કારણ કે પાકિસ્તાન પર ઘણું લેણ છે, છતાં પાકિસ્તાન પોતાનો દેશ છોડીને ભારતનાં ગરીબોની મદદ કરવા માંગે છે.

ભારત સરકારે પણ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. ભારતે પડોશી દેશને યાદ અપાવ્યું કે રોગચાળા દરમિયાન નવી દિલ્હી દ્વારા આપવામાં આવેલા આર્થિક રાહત પેકેજનું કદ પાકિસ્તાનનાં જીડીપી બરાબર છે. ઇમરાન ખાનનાં આ કહેવા પછી, ટ્વિટર પર #ImranKhan, #PakistanGDP જેવા હેશટેગ્સ ટ્રેન્ડ કરવા લાગ્યા. આ પછી ભારતીઓ ઈમરાન પર ટ્વિટર પર ગુસ્સે થયા અને રમૂજી મેમ્સ પણ શેર કર્યા.

એક યુઝર્સે લખ્યું, ‘ચીનથી ભીખ માંગીને દેશ જીવી રહ્યો છે. અને તમારે દાન કરવું છે… આપને જણાવી દઉ કે, ભિખારી દાન આપતા નથી.વળી અન્ય યૂઝર્સે લખ્યું, ‘ભારતની ચિંતા કરશો નહીં. તમે ઉધાર લીધેલા દેશોને કેવી રીતે ચુકવણી કરવી તે વિચારો. વર્લ્ડ બેંકની નજર પણ પાકિસ્તાન પર છે. ટ્વિટર પર ભારતીઓએ આવી પ્રતિક્રિયા આપી હતી અને ઇમરાન ખાનનાં નિવેદન પર મેમ્સ શેર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.