Not Set/ આજે પૃથ્વીની નજીકથી પસાર થશે 170 મીટર ઉંચો એસ્ટેરોઇડ, પહોંચાડી શકે છે નુકસાન? જાણો

સમગ્ર વિશ્વ હાલમાં કોરોના રોગચાળા સામે લડી રહ્યું છે. આ રોગચાળાને કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે એક કરોડ લોકો આ ચેપનો શિકાર બન્યા છે. આવા સંકટ સમયે, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નાસાનાં એક રિપોર્ટે લોકોની ચિંતાને વધારી દીધી છે. નાસા કહે છે કે, “Asteroid 2020 ND” નામનું એક ખૂબ […]

World
28f0e1d16755a9f6bc445fe169716c69 આજે પૃથ્વીની નજીકથી પસાર થશે 170 મીટર ઉંચો એસ્ટેરોઇડ, પહોંચાડી શકે છે નુકસાન? જાણો

સમગ્ર વિશ્વ હાલમાં કોરોના રોગચાળા સામે લડી રહ્યું છે. આ રોગચાળાને કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે એક કરોડ લોકો આ ચેપનો શિકાર બન્યા છે. આવા સંકટ સમયે, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નાસાનાં એક રિપોર્ટે લોકોની ચિંતાને વધારી દીધી છે.

3ebff19bb87ef88fa1f0201f74011289 આજે પૃથ્વીની નજીકથી પસાર થશે 170 મીટર ઉંચો એસ્ટેરોઇડ, પહોંચાડી શકે છે નુકસાન? જાણો

નાસા કહે છે કે, “Asteroid 2020 ND” નામનું એક ખૂબ મોટા કદનું એસ્ટરોઇડ પૃથ્વીની ખૂબ નજીક આવી રહ્યું છે. નાસાએ દાવો કર્યો છે કે આ એસ્ટરોઇડ આજે પૃથ્વીની નજીકથી પસાર થશે. નાસાનાં જણાવ્યા અનુસાર આ “ Asteroid 2020 ND” લગભગ 170 મીટર લાંબો છે અને તે લગભગ 0.034 એસ્ટ્રોનોમિકલ એકમો એટલે કે પૃથ્વીથી 50,86,328 કિલોમીટર દૂર છે. તે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, તેની મહત્તમ ઝડપ 48,000 કિમી/કલાકની છે.

7f4bebba1b0da89604653900b9deba47 આજે પૃથ્વીની નજીકથી પસાર થશે 170 મીટર ઉંચો એસ્ટેરોઇડ, પહોંચાડી શકે છે નુકસાન? જાણો

નાસાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, પૃથ્વીથી આ ગ્રહનું અંતર ખૂબ જ જોખમી છે. તેને નાસા દ્વારા ખૂબ જ ખતરનાક એસ્ટેરોઇડ (પીએચએ) તરીકે વર્ણવવામાં આવ્યું છે. એસ્ટેરોઇડ સંકટનું આંકલન તેની ગતિ અને પૃથ્વીથી તેના અંતરનાં આધારે કરવામાં આવ્યું છે. નાસાનાં નિવેદન મુજબ, 0.05 એસ્ટ્રોનોમિકલ યૂનિકનાં અંતરથી જે એસ્ટેરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થાય છે, તેનાથી પૃથ્વીને જોખમ હોય છે, જોકે નાસાએ કહ્યું છે કે આ એસ્ટેરોઇડની અસર પૃથ્વી પર પડશે તે જરૂરી નથી. નાસાએ એમ પણ કહ્યું છે કે, એવી શક્યતા છે કે આ એસ્ટેરોઇડ ખતરો સાબિત થઈ શકે છે.

e11203ba4d5c891c738c111a6f3cc9f4 આજે પૃથ્વીની નજીકથી પસાર થશે 170 મીટર ઉંચો એસ્ટેરોઇડ, પહોંચાડી શકે છે નુકસાન? જાણો

વળી ધ પ્લેનેટરી સોસાયટીનું કહેવું છે કે, હાલમાં ત્રણ ફૂટનાં અવકાશમાં આશરે એક અબજ એસ્ટરોઇડ્સ છે, જેમાંથી પૃથ્વીને કોઈ ખતરો નથી. એસ્ટરોઇડ કે જે 90 ફૂટથી વધુ કદનાં હોય છે, તેમાં પૃથ્વીને નુકસાન થવાનું જોખમ વધારે છે. દર વર્ષે, લગભગ 30 નાના એસ્ટરોઇડ પૃથ્વીને અથડાય છે, પરંતુ આ પૃથ્વીને નુકસાન કરતા નથી.

275733d185040f0ab948e87af172462c આજે પૃથ્વીની નજીકથી પસાર થશે 170 મીટર ઉંચો એસ્ટેરોઇડ, પહોંચાડી શકે છે નુકસાન? જાણો

નોંધનીય છે કે, અગાઉ 5 જૂને, એક ગ્રહ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થયો હતો. તે પૃથ્વીથી આશરે 1 લાખ 90 હજાર મીલની દૂરથી પસાર થઇ ચૂક્યો હતો, જેના કારણે કોઈને તેનો અહેસાસ થયો નથી. આ એસ્ટેરોઇડ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેથી પસાર થયો હતો. વૈજ્ઞાનિકો દાવો કરે છે કે કિક ઈસ એસ્ટેરોઇડનું કદ અંદાજે 400 ફૂટનો હતો. મહત્વની વાત એ છે કે 7 જૂન સુધી વૈજ્ઞાનિકોને આ એસ્ટેરોઇડ વિશે કોઈ જાણકારી નહોતી. જો કે પછી કહેવામાં આવ્યું કે તે બહુ મોટો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.