Not Set/ યુએનમાં અમેરિકાને ઝટકો, જેરુસલેમના નિર્ણય પર ભારત સહિત ૧૨૮ દેશોએ વિરોધમાં કર્યો વોટ

જેરુસલેમને ઇઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપ્યા બાદ અમેરિકાને સંયુક્ત રાષ્ટ્ર સંઘ તરફથી વધુ એક ઝટકો લાગ્યો છે. જેરુસલેમ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય વિરુદ્ધ યુએનમાં પ્રસ્તાવ પાસ થઇ ચુક્યો છે. આ પ્રસ્તાવમાં ભારતની સાથે ૧૨૮ દેશોએ અમેરિકાની વિરુદ્ધ વોટ કર્યો છે. આ પ્રસ્તાવ બાદ અમેરિકાએ પોતાનો નિર્ણય બદલવો પડી શકે છે. ઉલ્લેખનિય છે કે, […]

World

જેરુસલેમને ઇઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપ્યા બાદ અમેરિકાને સંયુક્ત રાષ્ટ્ર સંઘ તરફથી વધુ એક ઝટકો લાગ્યો છે. જેરુસલેમ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય વિરુદ્ધ યુએનમાં પ્રસ્તાવ પાસ થઇ ચુક્યો છે. આ પ્રસ્તાવમાં ભારતની સાથે ૧૨૮ દેશોએ અમેરિકાની વિરુદ્ધ વોટ કર્યો છે. આ પ્રસ્તાવ બાદ અમેરિકાએ પોતાનો નિર્ણય બદલવો પડી શકે છે.

ઉલ્લેખનિય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પછી ભારતે વોટ આપવા અંગે અંતિમ સમય સુધી સસ્પેન્સ બનાવી રાખ્યું હતું અને ત્યારબાદ અંતે શુકવારે આ નિર્ણય અંગે ચિત્ર સ્પષ્ટ થયું હતું. આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગુરુવારે બપોરે આ સંબંધમાં ભારતના નિર્ણય અંગે જવાબ આપતા કહ્યું હતું કે, મને લાગે છે કે મતદાન થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. ત્યારબાદ તમે જાણી જસો કે અમે કઈ દિશામાં મતદાન કરવા જઈ રહ્યા છીએ.

સંયુક્ત રાષ્ટ્રમાં મતદાન પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, જે દેશ પ્રસ્તાવના પક્ષમાં વોટ કરશે, અમેરિકા તે દેશોને આપવામાં આવતી આર્થિક મદદમાં કાપ મુકવામાં આવશે. પરંતુ આ ચેતવણી બાદ પણ વોટીંગમાં કોઈ અસર જોવા મળી ન હતી અને ૧૨૮ દેશોએ અમેરિકાની વિરુદ્ધમાં વોટીંગ કર્યું હતું.