Not Set/ જેરુસલેમને ઇઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપી શકે છે US પ્રેસીડેન્ટ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેરુસલેમને ઇઝરાયેલની રાજધાની અંગેની માન્યતા આપવા અંગે એક જાહેરાત કરી શકે છે. આ નિર્ણય અંગેની પૃષ્ટિ એક વરિષ્ઠ યુએસ અધિકારી કરી છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ ગૃહ વિભાગને આદેશ આપી તેલ અવીવ સ્થિત અમેરિકી દૂતાવાસને જેરુસલેમ લઈ જવાની પ્રક્રિયા શરૂ કરવા અંગે પણ કહી શકે છે. ટ્રમ્પના આ પગલાંનો આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ […]

World
177992 004 8C932730 જેરુસલેમને ઇઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપી શકે છે US પ્રેસીડેન્ટ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેરુસલેમને ઇઝરાયેલની રાજધાની અંગેની માન્યતા આપવા અંગે એક જાહેરાત કરી શકે છે. આ નિર્ણય અંગેની પૃષ્ટિ એક વરિષ્ઠ યુએસ અધિકારી કરી છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ ગૃહ વિભાગને આદેશ આપી તેલ અવીવ સ્થિત અમેરિકી દૂતાવાસને જેરુસલેમ લઈ જવાની પ્રક્રિયા શરૂ કરવા અંગે પણ કહી શકે છે. ટ્રમ્પના આ પગલાંનો આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ અમેરિકામાં પણ વિરોધ થઈ રહ્યો છે.

આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, “જેરૂસલેમને રાજધાની તરીકેની માન્યતા આપવી તે રાજકીયની જગ્યાએ એક ઐતિહાસિક અને વાસ્તવિક નિર્ણય છે”.

બીજી બાજી ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયનો આંતરરાષ્ટ્રીય સ્તરે અને અમેરિકામાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અંગે જણાવતા અમેરિકી અધિકારીઓના જણાવ્યું, જેરૂસલેમને ઇઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપવાથી આરબ જગતમાં તણાવ ઊભો થઈ શકે છે.

મહત્વનું છે કે, જેરૂસલેમ પ્રાચીન સમયથી જ યહુદી લોકોની રાજધાની રહી છે અને વાસ્તવિકતા છે કે આ શહેરમાં સરકારના મહત્વપૂર્ણ મંત્રાલયો, તેની વિધાનસભા અને સુપ્રીમ કોર્ટનું કેન્દ્ર રહ્યું છે.