બરફ સાથે અથડાવાને લીધે ટાઈટેનિક જહાજ પોતાના પ્રથમ સફરમાં જ ડૂબી ગયું હતું. આ ઘટના આશરે ૧૦૦ વર્ષ જૂની છે જે આપણે સૌ કોઈ જાણીએ છીએ.
હાલમાં મળી રહેલા સમચાર પ્રમાણે આ જ નામનું જહાજ ફરી વખત પાણી પર તરવા માટે તૈયાર થઇ રહ્યું છે. જુના ટાઈટેનિક જહાજની સાઈઝ જેટલી જ આ જહાજની પણ સાઈઝ રાખવામાં આવશે.
ઓસ્ટ્રેલિયાના ખાણકામના વ્યવસાયી અને નેતા રહી ચુકેલા ક્લાઈવ પામર આ જહાજને બનાવવાના છે. જહાજને બનવવાનો દરેક ખર્ચો તે પોતે ઉપાડશે. વર્ષ ૨૦૧૩માં પામર ઓસ્ટ્રેલિયાના સાંસદ સભ્ય રહી ચુક્યા છે.
આ જહાજ વર્ષ ૨૦૨૨માં સફર ખેડવા માટે તૈયાર થઇ જશે.
બીજી ચોંકાવનારી વાત તમને જણાવી દઈએ કે જુના ટાઈટેનિક જહાજનો જે રૂટ હતો તે જ રૂટ પર આ જહાજ સફર ખેડશે. આ જહાજમાં પણ પહેલાના ટાઈટેનિકમાં જેટલા મુસાફરો અને કર્મચારી હતા તેટલા જ ફરીથી સફર કરી શકશે.
તમને જણાવી દઈએ કે જુના ટાઈટેનિક જહાજમાં ૨૪૦૦ મુસાફરો અને ૯૦૦ કર્મચારીઓ હતા.જહાજની ડીઝાઇન પણ બિલકુલ તેવી જ તૈયાર કરવામાં આવી રહી છે જેવી ટાઈટેનિક જહાજની હતી.
આ જહાજમાં સુરક્ષા પર વધારે ધ્યાન આપવામાં આવશે એટલે કે લાઈફ બોટ્સ વધારે રાખવામાં આવશે.
સેફટી ફીચરમાં પણ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.આ નવા જહાજને ચીનમાં બનાવવામાં આવી રહ્યું છે.
આ જહાજને બનાવવામાં આશરે ૫૦૦ મિલિયન ડોલરનો ખર્ચ થશે.