Not Set/ CBI ઘમસાણ : આલોક વર્માના ઘરની બહાર અરેસ્ટ કરાયેલા ૪ વ્યક્તિ નીકળ્યા IBના ઓફિસર, પૂછતાછમાં થયો ખુલાસો

નવી દિલ્હી, લાંચ કાંડમાં ફસાયેલી દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)ને ધમાસાણ જોવા મળી રહ્યું છે. આ મામલે ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો, જયારે આલોક વર્માના ઘરની બહાર ૪ વ્યક્તિઓની શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી. #WATCH: Earlier visuals of two of the four people (who were seen outside the residence of #AlokVerma) being taken for questioning. […]

Top Stories India Trending
sal CBI ઘમસાણ : આલોક વર્માના ઘરની બહાર અરેસ્ટ કરાયેલા ૪ વ્યક્તિ નીકળ્યા IBના ઓફિસર, પૂછતાછમાં થયો ખુલાસો

નવી દિલ્હી,

લાંચ કાંડમાં ફસાયેલી દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)ને ધમાસાણ જોવા મળી રહ્યું છે. આ મામલે ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો, જયારે આલોક વર્માના ઘરની બહાર ૪ વ્યક્તિઓની શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી.

આ ૪ સંદિગ્ધ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને દિલ્હી પોલીસને સોપવામાં આવી હતી. પોલીસ દ્વારા કરાયેલી પૂછતાછમાં આ ચાર વ્યક્તિના ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારીઓ હોવાનું સામે આવ્યું છે અને ત્યારબાદ તેઓને છોડી મુકવામાં આવ્યા છે.

કોણ હતા આ ચાર અધિકારીઓ ?

ધીરજ કુમાર = જુનિયર ઇન્ટેલિજન્સ ઑફિસર

અજય કુમાર = જનરલ ઑફિસર ઇન્ટેલિજન્સ બ્યુરો

પ્રશાંત કુમાર = આસિસ્ટન્ટ અધિકારી ઇન્ટેલિજન્સ બ્યુરો

વિનીત કુમાર = આસિસ્ટન્ટ ઑફિસર ઇન્ટેલિજન્સ બ્યુરો

તમને જણાવી દઈએ કે, ગુરુવાર સવારે ૭ વાગ્યાની આસપાસ CBI અધિકારી આલોક વર્માના ઘરની બહાર ચાર વ્યક્તિઓની શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળી હતી અને ત્યારબાદ તેઓને અરેસ્ટ કરાયા હતા.

દિલ્લી પોલીસે આ તમામ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ચારેય વ્યક્તિ સાથે IB (Intelligence Bureau)ના કાર્ડ હતા. પોલીસ હાલ આ મામલે વધુ જાણકારી મેળવવા પ્રયત્નો કરી રહી છે.

બોડીગાર્ડના નિવેદન પ્રમાણે આ ૪ વ્યક્તિ આલોક વર્માના ઘરની બહાર શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યા હતા. માત્ર કાર્ડ જ નહી પરંતુ બીજા ઘણા મોબાઈલ ફોન પણ તેમની જોડેથી મળી આવ્યા છે. મળી આવેલ IB (Intelligence Bureau)માં તે લોકો કઈ પોસ્ટ પર  છે તેની જાણકારી આપવામાં આવી છે.