આબુ,
ચાર ચાર બંગડીવાળી ગીતથી ફેમસ થયેલી ગુજરાતની લોક ગાયિકા કિંજલ દવે પર આબુમાં એક કાર્યક્રમમાં હોબાળો થયો હતો.આબુમાં કિંજલ દવે ખાનગી રિસોર્ટ ખાતે ગરબાના એક કાર્યક્રમમાં માટે ગઇ હતી ત્યારે કેટલાંકક યુવાનો ઉશ્કેરાઈને ચાલુ ગરબે સ્ટેજ પર ચઢી આવ્યા હતા અને કિંજલ દવે સાથે માથાકુટ ચાલુ કરી હતી.જો કે એ પછી બાઉન્સરોએ દરમિયાનગીરી કરતાં કિંજલ દવેને ત્યાંથી હટાવી લેવામાં આવી હતી.
જો કે એ પછી પણ મામલો શાંત ના પડતાં સિરોહી પોલિસે દરમિયાનગીરી કરવી પડી હતી.એવું જાણવા મળ્યું છે કે યુવકોએ કાર્યક્રમને નિયત સમય કરતાં વધુ સમય સુધી ચાલુ રાખવા માટે માથાકુટ કરી હતી.એ પછી પોલિસે સ્ટેજ પર જઇને કાર્યક્રમ બંધ કરાવ્યો હતો.કાર્યક્રમ બંધ થયા પછી કીંજલને બાઉન્સરોએ લઇ જવી પડી હતી.