Not Set/ નબળું ગઠબંધન દેશ માટે નકારાત્મક સાબિત થશે : અજિત ડોભાલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર્રીય સુરક્ષા સલાહકારે ઈશારા-ઈશારામાં વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધ્યું છે. એક કાર્યક્રમમાં સંબોધન કરતા ડોભાલે કહ્યું કે, ભારતને આવતા 10 વર્ષ સુધી મજબૂત, સ્થાયી અને નિર્ણાયક સરકારની જરૂર છે. નબળું ગઠબંધન દેશ માટે ખુબ નુકસાનકારક સાબિત થઇ શકે છે. એમની કહ્યું કે, ભારત આવનારા કેટલાક વર્ષો સુધી સોફ્ટ પાવર ન બની શકે, […]

Top Stories India
AjitDoval kpF નબળું ગઠબંધન દેશ માટે નકારાત્મક સાબિત થશે : અજિત ડોભાલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર્રીય સુરક્ષા સલાહકારે ઈશારા-ઈશારામાં વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધ્યું છે. એક કાર્યક્રમમાં સંબોધન કરતા ડોભાલે કહ્યું કે, ભારતને આવતા 10 વર્ષ સુધી મજબૂત, સ્થાયી અને નિર્ણાયક સરકારની જરૂર છે. નબળું ગઠબંધન દેશ માટે ખુબ નુકસાનકારક સાબિત થઇ શકે છે. એમની કહ્યું કે, ભારત આવનારા કેટલાક વર્ષો સુધી સોફ્ટ પાવર ન બની શકે, કારણકે કઠોર ફેંસલા લેવા માટે મજબુર કરવામાં આવશે.

43A7F7C600000578 4845618 image a 3 1504305999042 e1540470418589 નબળું ગઠબંધન દેશ માટે નકારાત્મક સાબિત થશે : અજિત ડોભાલ

ડોભાલે કહ્યું કે, જો આપણે મોટી તાકાત બનવું છે, તો દેશને આર્થિક રીતે મજબૂત થવું પડશે. વૈશ્વિક સ્તર મજબૂત પ્રતિયોગીની ભૂમિકામાં આવવું પડશે. આ ત્યારે જ સંભવ થશે જયારે આપણે ટેક્નિકલ રૂપે આગળ હોઇશુ. એમણે કહ્યું કે, લોકપ્રિય ફેંસલાઓને દેશને જરૂરી ફેંસલાઓ પર પ્રાથમિકતા આપવી ન જોઈએ. બની શકે કે કઠોર ફેંસલાઓ લોકોને થોડા સમય માટે થોડું દર્દ આપે.

ડોભાલે ચીનનું ઉદાહરણ આપતા કહ્યું કે, ચીનની અલીબાબા અને એવી કંપનીઓ કેટલી મોટી બની ગઈ, ચીની સરકારે એમને કેટલો સપોર્ટ કર્યો. અમે ઇચ્છીએ છીએ કે, ભારતની ખાનગી કંપનીઓ સારું પ્રદર્શન કરે અને ભારતીય રણનીતિક હિતને સપોર્ટ કરે.