Not Set/ લો બોલો!! બ્લેક અને વ્હાઈટ ફંગસ બાદ હવે દેશમાં યલો ફંગસે કર્યો પ્રવેશ

બ્લેક એન્ડ વ્હાઇટ પછી હવે યલો ફૂગસે દેશમાં પ્રવેશ કરી દીધો છે. ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદમાં યલો ફંગસનો પહેલો કેસ સામે આવ્યો છે. દર્દીની ઉંમર 45 વર્ષ હોવાનું કહેવાય છે…

Top Stories Trending
તાઉતે વાવાઝોડું 108 લો બોલો!! બ્લેક અને વ્હાઈટ ફંગસ બાદ હવે દેશમાં યલો ફંગસે કર્યો પ્રવેશ

બ્લેક એન્ડ વ્હાઇટ પછી હવે યલો ફૂગસે દેશમાં પ્રવેશ કરી દીધો છે. ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદમાં યલો ફંગસનો પહેલો કેસ સામે આવ્યો છે. દર્દીની ઉંમર 45 વર્ષ હોવાનું કહેવાય છે, આ દર્દી થોડા દિવસો પહેલા જ કોરોનાથી ઠીક થયો હતો. દર્દીને ડાયાબિટીઝની સમસ્યા હોવાનુ સામે આવ્યુ છે.

કોરોનામાં ખાંસી અને આયુર્વેદ / ખાંસી શ્વસન તંત્રનો છે બહુ જ બળવાન રોગ, આયુર્વેદની મદદથી મેળવી શકશો રાહત

આપને જણાવી દઇએ કે, ચેપગ્રસ્ત દર્દી ગાઝિયાબાદનાં ઇએનટી સર્જનને બતાવવા પહોંચ્યો હતો. દર્દીનું કહેવુ હતુ કે તેને ભૂખ ઓછી લાગી રહી હતી. તેનું વજન ઓછું થઈ રહ્યું હતું. તેને ઓછુ દેખાવાની પણ તકલીફ હતી. તપાસ દરમિયાન, ડોક્ટરને જાણવા મળ્યું કે તેને યલો ફંગસ છે. ડોકટરોનાં કહેવા મુજબ, યલો ફંગસ, બ્લેક અને વ્હાઇટ ફંગસથી વધુ જોખમી છે. ડોક્ટરે કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે આ કોઈ માનવીમાં મળી આવ્યું છે. ડોક્ટરે જણાવ્યું કે, દર્દી સંજય નગર વિસ્તારનો રહેવાસી છે. તેના સીટી સ્કેનથી ફંગસનો ઘટસ્ફોટ થયો નથી. જ્યારે દર્દીની નેઝલ એન્ડોસ્કોપી કરવામાં આવી હતી, ત્યારે જાણવા મળ્યું કે તેને બ્લેક, વ્હાઇટ અને યલો ત્રણેય ફંગસ હતુ. ડોક્ટરે કહ્યું કે, જો ઘરની અંદર વધારે પ્રમાણમાં ભેજ હોય, તો તે દર્દી માટે જીવલેણ બની શકે છે, તેથી તેના પર ધ્યાન આપો. વધારે ભેજ બેક્ટેરિયા અને ફંગસમાં વધારો કરે છે. ડોક્ટરે કહ્યું કે ઘર અને આસપાસની જગ્યાની સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસી ખોરાક ન ખાઓ.

આ ખબર છે / કોઇ બિમારીને મહામારી જાહેર કરવાનો મતલબ શું છે? જાણો શું બદલાઇ જાય છે

યલો ફંગસનાં લક્ષણો

  • સુસ્તી, વજન ઓછું થવું, ભૂખ ઓછી લાગવી અથવા ભૂખ બિલ્કુલ ન લાગવી.
  • જેમ જેમ તે વધે છે, તે જીવલેણ બને છે. આ લક્ષણોમાંનું એક એ છે કે ઇજાનું જલ્દી ઠીક ન થવુ તેના લક્ષણોમાં એક છે
  • કુપોષણ અને કોઇ અંગ ફેઇલર થવુ
  • આંખો અંદર ડૂબી જવી

નારદા કેસ / બંગાળની રાજનીતિમાં ગરમાવો, ટીએમસી નેતાઓને નજરકેદ રાખવાના વિરોધમાં SC પહોંચી CBI

યલો ફંગસનું કારણ

યલો ફંગસનાં ફાટી નીકળવાનું કારણ અનહાઇજીન છે. ડોકટરોનાં જણાવ્યા મુજબ, તમારા ઘરની આસપાસ સ્વચ્છતા રાખો કારણ કે માત્ર સ્વચ્છતા જ બેક્ટેરિયા અને ફંગસને વધતા રોકે છે. ખૂબ ભેજની સરખામણીમાં ઓછા ભેજ સાથે આ ફંગસ સામે લડવુ સરળ છે.

યલો ફંગસની સારવાર

યલો ફંગસની સારવાર એ એમ્ફોટેરિસિન બી ઈંજેક્શન છે, જે એક એન્ટિ ફંગસ દવા છે.

kalmukho str 20 લો બોલો!! બ્લેક અને વ્હાઈટ ફંગસ બાદ હવે દેશમાં યલો ફંગસે કર્યો પ્રવેશ