Not Set/  ત્રિપલ તલાક બિલ રાજ્યસભામાં ના થઇ શક્યું રજૂ, આગામી સત્રમાં કરાશે રજૂઆત

નવી દિલ્હી,   સંસદનાં મોન્સૂન સત્રનાં અંતિમ દિવસ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં આરપારની લડાઇ ચાલી રહી છે. સરકાર તરફથી સંશોધિત ત્રિપલ તલાક બિલને રજૂ કરીને ભારે ફરમાઇશ કરવામાં આવી રહી હતી તો બીજી બાજુ કોંગ્રેસની આગેવાનીમાં પૂરો વિપક્ષ આનો વિરોધ કરી રહેલ છે. વિપક્ષનાં હોબાળા આગળ સરકારને પણ ઝુકવું પડ્યું. હવે રાજ્યસભા બિલ સંસદનાં આગામી સત્રમાં […]

Top Stories India
arjns3siqe0elpl5o0uov4asl4 20180809162239.Medi  ત્રિપલ તલાક બિલ રાજ્યસભામાં ના થઇ શક્યું રજૂ, આગામી સત્રમાં કરાશે રજૂઆત
નવી દિલ્હી,

 

સંસદનાં મોન્સૂન સત્રનાં અંતિમ દિવસ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં આરપારની લડાઇ ચાલી રહી છે. સરકાર તરફથી સંશોધિત ત્રિપલ તલાક બિલને રજૂ કરીને ભારે ફરમાઇશ કરવામાં આવી રહી હતી તો બીજી બાજુ કોંગ્રેસની આગેવાનીમાં પૂરો વિપક્ષ આનો વિરોધ કરી રહેલ છે. વિપક્ષનાં હોબાળા આગળ સરકારને પણ ઝુકવું પડ્યું. હવે રાજ્યસભા બિલ સંસદનાં આગામી સત્રમાં જ રજૂ કરવામાં આવશે.

શુક્રવારનાં રોજ જ્યારે સંસદની કાર્યવાહી શરૂ થતા કોંગ્રેસે રાફેલનો મુદ્દો ઉઠાવ્યો અને જબરદસ્ત હોબાળો કર્યો. ત્યાર બાદ અનેક વિપક્ષી દળોએ ત્રિપલ તલાક બિલ રજૂ કરવા પર વિરોધ કરવામાં આવેલ છે. હોબાળાને લઇને રાજ્યસભાને બપોરનાં 2:30 કલાક માટે સ્થગિત કરી દીધી હતી. ત્યાર બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી.

ગુરૂવારનાં રોજ જ મોદી કેબિનટે આ બિલમાં સંશોધન કર્યું હતું. ત્યાર બાદ હવે આ બિલ પાસ થવાની આશા દર્શાવવામાં આવી રહી હતી. પરંતુ વિપક્ષનાં વિરોધ કારણ બિલ રજૂ નથી થઇ શક્યું. તમને જણાવી દઇએ કે આ પહેલા કોંગ્રેસે પણ આ બિલમાં અનેક પ્રકારની ઉણપ દર્શાવી હતી. ત્યાર બાદ બિલને સંશોધિત કરવામાં આવેલ છે.