Not Set/ પ્રથમવાર પેલેસ્ટાઇન પહોચેલા PM મોદીને આપવામાં આવ્યું સર્વોચ્ચ સન્માન “ગ્રૈંડ કોલાર”

રામલ્લાહ, પશ્ચિમ અશિયાઈ દેશોની ચાર દિવસીય વિદેશ યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પેલેસ્ટાઇનના રામલ્લાહ પહુંચ્યા છે. દુનિયાભરમાં એક સંવેદનશીલ માનવામાં આવી રહેલા આ દેશની યાત્રા કરનારા મોદી પહેલા પ્રધાનમંત્રી છે. રામલ્લાહ પહુંચ્યા બાદ બંને દેશના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઇ હતી. ત્યાં પીએમ મોદીને રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે સર્વોચ્ચ સન્માન “ગ્રૈંડ કોલાર” પ્રદાન કર્યું હતું. ઉલ્લેખનીય […]

Top Stories
પ્રથમવાર પેલેસ્ટાઇન પહોચેલા PM મોદીને આપવામાં આવ્યું સર્વોચ્ચ સન્માન "ગ્રૈંડ કોલાર"

રામલ્લાહ,

પશ્ચિમ અશિયાઈ દેશોની ચાર દિવસીય વિદેશ યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પેલેસ્ટાઇનના રામલ્લાહ પહુંચ્યા છે. દુનિયાભરમાં એક સંવેદનશીલ માનવામાં આવી રહેલા આ દેશની યાત્રા કરનારા મોદી પહેલા પ્રધાનમંત્રી છે. રામલ્લાહ પહુંચ્યા બાદ બંને દેશના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઇ હતી. ત્યાં પીએમ મોદીને રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે સર્વોચ્ચ સન્માન “ગ્રૈંડ કોલાર” પ્રદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગ્રૈંડ કોલાર એ વિદેશી મહેમાનોને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે.

આ પહેલા પીએમ નરેન્દ્ર મોદી પેલેસ્ટાઇનના રામલ્લાહ પહુંચ્યા બાદ રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે પ્રોટોકોલ તોડીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. તેમજ તેઓને રાષ્ટ્રપતિ ભવનમાં ગ્રાન્ડ ઓનર આપવામાં આવ્યું હતું.

પેલેસ્ટાઇનના રામલ્લાહ પહુંચેલા PM મોદીએ સૌપ્રથમ દિગવંત યાસિર આરાફતની સમાધિ પર ગયા હતા ને તેઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વનું છે કે, આઝાદીના ૩૦ વર્ષના ઈતિહાસમાં પેલેસ્ટાઇન પહોચેલા મોદી પહેલા ભારતીય વડાપ્રધાન છે. ત્યારે દુનિયાના તમામ મુદ્દાઓ પર પેલેસ્ટાઇન સાથે ઉભા રહેલા ભારતીય પીએમથી આ હિંસા પ્રભાવિત દેશને ઘણી આશાઓ છે.

પેલેસ્ટાઇન બાદ પીએમ મોદી અબુધાબી પહોચવાના છે. તેઓ રવિવારે ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે સાથે સાથે અબુધાબીમાં બનેલા પ્રથમ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.