Gujarat-Loksabha election 2024/ મતદાનના દિવસે રાજ્યમાં રેકોર્ડબ્રેક ગરમી પડી

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના દિવસે સમગ્ર રાજ્યમાં રેકોર્ડબ્રેક ગરમી પડી હતી અને તેની અસર મતદાન પર પણ પડી હતી. રાજ્યના અનેક શહેરોમાં 43 ડિગ્રી અને તેની આસપાસ તાપમાન નોંધાયું હતું. તેના પગલે 43.3 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Beginners guide to 24 મતદાનના દિવસે રાજ્યમાં રેકોર્ડબ્રેક ગરમી પડી

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના દિવસે સમગ્ર રાજ્યમાં રેકોર્ડબ્રેક ગરમી પડી હતી અને તેની અસર મતદાન પર પણ પડી હતી. રાજ્યના અનેક શહેરોમાં 43 ડિગ્રી અને તેની આસપાસ તાપમાન નોંધાયું હતું. તેના પગલે 43.3 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું.

અમદાવાદમાં પણ સાતમી મેના રોજ સીઝનનું સૌથી ઊંચું તાપમાન નોંધાયુ હતુ. ભુજ અને સુરેન્દ્રનગરમાં સીઝનનું 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભુજ અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. રાજકોટમાં 42.7 ડિગ્રી તાપમાન હતુ. ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન બતું. અમરેલી અને વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ ઉપરાંત હવામાન ખાતાની આગાહી છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા ગરમ પવન ફૂંકાશે. ભાવનગરમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત 12 અને 13 મેના રોજ પ્રી-મોનસૂન એક્ટિવિટી જોવા મળી શકે છે.

આ ઉપરાંત હવામાન જાણકાર અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. તેમનું કહેવું છે કે મે મહિનામાં કેટલાક સ્થળોએ વરસાદ થઈ શકે છે. આંધી-વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. તેમનું કહેવું છે કે 10થી 15 મે સુધી કંઈક આંધી અને વંટોળ પણ ફૂંકાઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં ફરીથી પોલીંગ બૂથ પર 100 ટકા મતદાન

આ પણ વાંચો: અમરેલીમાં ફરજ પર હાજર ચૂંટણી કર્મચારીનું હાર્ટએટેકથી નિધન

આ પણ વાંચો: કલ, આજ ઔર ‘કલ’નું એક સાથે મતદાન