AstraZeneca આ કોરોના રસી યુરોપિયન દેશોમાં Vaxzevria નામથી વેચે છે. ભારતમાં આ રસી બનાવવાની જવાબદારી સીરમ સંસ્થાને મળી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ (Serum Institute)ના સીઇઓ અદાર પૂનાવાલા છે. ભારતમાં, આ રસી કોવિશિલ્ડ (Covishield)ના નામથી બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું કોવિશિલ્ડ (Covishield) રસી ભારતમાંથી પણ પાછી ખેંચી લેવામાં આવશે? જોકે, સીરમ કંપનીએ નક્કી કરવાનું છે કે તે આ રસી ભારતમાંથી પાછી ખેંચશે કે નહીં.
AstraZeneca કંપનીની મુશ્કેલીઓ વધી રહી છે. કોરોના (Corona) રસીથી આડઅસરના કોર્ટમાં સ્વીકાર બાદ કંપનીએ તમામ રસી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ કંપની દ્વારા માનવોમાં કોરોનાને રોકવા માટે બનાવવામાં આવેલી વેક્સેવરિયા નામની રસી કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. લગભગ 50 કાનૂની કેસોનો સામનો કરી રહેલી કંપનીએ તાજેતરમાં લંડનની કોર્ટમાં સ્વીકાર્યું હતું કે રસીની કેટલીક આડઅસર થઈ શકે છે. આ રસી લેનારા લોકોમાંથી ઘણાએ લોહી ગંઠાઈ જવાની ફરિયાદ કરી હતી. કેટલાક મૃત્યુ પણ પામ્યા. હવે કંપનીએ નિર્ણય લીધો છે કે તે યુકે (UK) સહિત યુરોપિયન દેશોમાંથી આ રસી પરત મંગાવશે. આ રસી ભારતમાં કોવિશિલ્ડ(Covishield)ના નામથી વેચાય છે.
ભારતની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો
કોવિશિલ્ડની આડ અસરો અંગેનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી એડવોકેટ વિશાલ તિવારી વતી દાખલ કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટ પાસે મેડિકલ એક્સપર્ટ્સની એક પેનલ બનાવવા અને કોવિશિલ્ડ વેક્સિનની આડ અસર વિશે જાણકારી આપવાની માંગ કરવામાં આવી છે.
ભારતમાં કોવિશિલ્ડ રસીને કારણે મૃત્યુનો એક કેસ પણ નોંધાયો છે. કોવિશિલ્ડ લેનાર છોકરીનું જુલાઈ 2021માં મૃત્યુ થયું હતું. બાળકીના માતા-પિતાનો આરોપ છે કે કોવિશિલ્ડ રસી લીધા બાદ તેનું લોહી ગંઠાઈ ગયું હતું જેના કારણે તેનું મોત થયું હતું. આ મામલામાં યુવતીના માતા-પિતા કાયદાકીય સલાહ લઈ રહ્યા છે અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ કંપની સામે કેસ દાખલ કરવાની યોજના બનાવી રહ્યા છે.
આ પણ વાંચો:વિશ્વાસ જ ગુમાવી દેશે લોકો; બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ પર બોલ્યા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….