Not Set/ કુંભ મેળો ૨૦૧૯ : શ્રદ્ધાળુઓ માટે આવ્યા ખુશીના સમાચાર, આ સ્ટેશનથી દોડશે સ્પેશ્યલ ટ્રેન

ઐતિહાસિક કુંભના મેળાની શરૂઆત થઈ ગઈ છે. કરોડો લોકોએ પ્રથમ દિવસે શ્ર્ધ્ધાની ડૂબકી લગાવી હતી. કુંભના મેળાના જવા ઇરછતા શ્રદ્ધાળુઓ માટે રેલ્વે તરફથી ખુશીના સમાચાર આવ્યા છે. બુધવારથી આનદ વિહાર અને પ્રયાગરાજ વચ્ચે એક સ્પેશ્યલ ટ્રેન દોડશે. આ ટ્રેન ૬ માર્ચ સુધી ૨૪ ફેર લગાવશે. જો કે આ ટ્રેન ગાઝીયાબાદમાં નહિ ઉભી રહે. આંનદ વિહાર […]

Top Stories India Trending
kumbh special train 1546582067 કુંભ મેળો ૨૦૧૯ : શ્રદ્ધાળુઓ માટે આવ્યા ખુશીના સમાચાર, આ સ્ટેશનથી દોડશે સ્પેશ્યલ ટ્રેન

ઐતિહાસિક કુંભના મેળાની શરૂઆત થઈ ગઈ છે. કરોડો લોકોએ પ્રથમ દિવસે શ્ર્ધ્ધાની ડૂબકી લગાવી હતી.

કુંભના મેળાના જવા ઇરછતા શ્રદ્ધાળુઓ માટે રેલ્વે તરફથી ખુશીના સમાચાર આવ્યા છે. બુધવારથી આનદ વિહાર અને પ્રયાગરાજ વચ્ચે એક સ્પેશ્યલ ટ્રેન દોડશે. આ ટ્રેન ૬ માર્ચ સુધી ૨૪ ફેર લગાવશે. જો કે આ ટ્રેન ગાઝીયાબાદમાં નહિ ઉભી રહે. આંનદ વિહાર સ્ટેશનથી યાત્રીઓને બેસવું પડશે.

રેલ્વે અધકારીઓના જણાવ્યા પ્રમાણે બુધવારે આનંદ વિહારથી કુંભ સુધી આ સ્પેશ્યલ ટ્રેન નંબર ૦૪૧૧૮ પ્રથમ વખત રવાના થશે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આનંદ વિહારથી આ ટ્રેન ૧૬,૧૭,૨૨,૨૩ જાન્યુઆરી, ૫,૬,૧૧,૧૨,૨૦,૨૧ ફેબ્રુઆરી અને ૫-૬ માર્ચના રોજ રવાના થશે.

આનંદ વિહારથી રવાના થઈને આ ટ્રેન અલીગઢ, કાનપુર અને ફતેહપુરમાં સ્ટોપ લેશે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી મહાકુંભ 2019ની શરૂઆત થઈ ચૂકી છે.કુંભની શરૂઆત કરતા લગભગ 1 કરોડ જેટલા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓએ વહેલી સવારે શાહી સ્નાન કર્યું હતું.પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીનો જ્યાં સંગમ થાય છે ત્યાં મોટી સંખ્યામાં નાગા સાધુઓ અને અન્ય અખાડાના સાધુ સંતો અને શ્રધ્ધાળુઓએ ડૂબકી લગાવી હતી.

પહેલા શાહી સ્નાન પર્વમાં અખાડાના નાગા સન્યાસીઓ, મહામંડલેશ્વર, સાધુ મહાત્મા સહિત લાખો શ્રદ્ધાળુઓએ સંગમમાં પુણ્ય મેળવવા માટે ડૂબકી લગાવી કુંભના શ્રીગણેશ કર્યા હતા.