Not Set/ અમદાવાદ : NIDમાં વિદ્યાર્થીઓને સેક્સુઅલ ઉદાહરણ આપતા પ્રોફેસરને કરાયા બરતરફ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)ના કલાસરૂમમાં કારીક્યુલમ બહારના અને સેક્સુઅલ ઉદાહરણ આપવાના સંદર્ભે ફેકલ્ટીને નોકરીમાંથી બરતરફ કરાયા છે. ઈન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓના વિરોધ બાદ મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. દેશની જાણીતી ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટમાં ફેકલ્ટી કૃષ્ણેશ મહેતાની અભ્યાસ પદ્ધતિ સામે તેમના જ વિદ્યાર્થીઓ એ વિરોધ કર્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યાનુસાર, ફેકલ્ટી દ્વારા ક્લાસરૂમમાં અભ્યાસ કરાવવા દરમિયાન વિદ્યાર્થીઓને ન આપવા […]

Top Stories Ahmedabad Gujarat
VKS 10171 અમદાવાદ : NIDમાં વિદ્યાર્થીઓને સેક્સુઅલ ઉદાહરણ આપતા પ્રોફેસરને કરાયા બરતરફ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)ના કલાસરૂમમાં કારીક્યુલમ બહારના અને સેક્સુઅલ ઉદાહરણ આપવાના સંદર્ભે ફેકલ્ટીને નોકરીમાંથી બરતરફ કરાયા છે. ઈન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓના વિરોધ બાદ મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે.

દેશની જાણીતી ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટમાં ફેકલ્ટી કૃષ્ણેશ મહેતાની અભ્યાસ પદ્ધતિ સામે તેમના જ વિદ્યાર્થીઓ એ વિરોધ કર્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યાનુસાર, ફેકલ્ટી દ્વારા ક્લાસરૂમમાં અભ્યાસ કરાવવા દરમિયાન વિદ્યાર્થીઓને ન આપવા જેવા ઉદાહરણો આપવામાં આવતા હતા. આ ઉદાહરણો કોઈપણ વિદ્યાર્થી સાંભળી ન શકે તેવા પ્રકારના હતા. આ પહેલા પણ વિદ્યાર્થીઓ દ્વારા ફેકલ્ટી વિરુદ્ધ કમ્પ્લેઇન કરવામાં આવી ચૂકી છે. પરંતુ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તે સમયે માત્ર ફેકલ્ટીનું ઇન્ક્રીમેન્ટ અટકાવી અને માફી મંગાવી જતા કરાયા હતા.

NIDના ડિરેક્ટર પ્રદ્યુમ્ન વ્યાસે જણાવ્યું હતું કે, એનઆઈડી દ્વારા ફેકલ્ટી કૃષ્ણેશ મહેતાને કોલેજમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. આ પહેલા પણ ફરિયાદના પગલે તેમને વોર્નિંગ આપવામાં આવી હતી.