2024 election/ બિહાર-ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા

6 મે મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાબડી દેવી, શાહનવાઝ હુસેન, સંતોષ સુમન સહિત 11 એમએલસીનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે. 11 માંથી 3 સીટો ભાજપ પાસે છે. કોંગ્રેસ પાસે 1….

Top Stories India Breaking News
Beginners guide to 2024 03 09T175635.803 બિહાર-ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા

 

New Delhi news: ભારતીય જનતા પાર્ટીએ બિહાર અને U.P.માં યોજાનાર આગામી વિદાન પરિષદની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. એટલું જ નહીં પક્ષએ ઝારખંડની રાજ્યસભા સીટ માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ડો. પ્રદીપ વર્માને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે. બિહારમાં 11 સીટો માટે ચૂંટણી યોજાવાની છે.

WhatsApp Image 2024 03 09 at 5.57.14 PM બિહાર-ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા

ભાજપે જે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તે પૂર્વ કેબિનેટ મંત્રી મંગલ પાંડે, ડો. લાલ મેહન ગુપ્તા, અનામિકા સિંહને ઉમેદવાર બનાવ્યા છે. ઉત્તર પ્રદેશ માટે પક્ષએ સાત ઉમેદવારોના નામ ઘોષિત કર્યા છે. પ્રદેશ ઉપાધ્યક્ષ મોહિત બેનીવાલનો સમાવેશ કરાયો છે. વિજય બહાદુર પાઠક, ડો. મહેન્દ્ર કમાર સિંહ, અશોક કટારિયા, ધર્મેન્દ્ર સિંહ, રામતીરથ સિંઘલ, સંતોષ સિંહના નામ ઉમેરાયા છે.

વિજય બહાદુર પાઠક, ડો. મહેન્દ્ર કમાર સિંહ, અશોક કટારિયાને ફરીથી તક મળી છે. મહેન્દ્ર કમાર સિંહ યોગી સરકારમાં મંત્રી રહી ચુક્યા છે. ધર્મેન્દ્ર સિંહ મીડિયાના સહપ્રભારી છે. તેમને આ વર્શે ટિકિટ નથી મળી. મોહસિન રજા, બુકકલ નવાબ અશોક ધવનના નામ પણ સામેલ છે. 11 માર્ચે યુ.પી.માં વિધાન પરિષદ ચૂંટણીમાં નામ દાખલ કરવાની છેલ્લી તારીખ છે.

6 મે મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાબડી દેવી, શાહનવાઝ હુસેન, સંતોષ સુમન સહિત 11 એમએલસીનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે. 11 માંથી 3 સીટો ભાજપ પાસે છે. કોંગ્રેસ પાસે 1 સીટ છે.  જેડીયુ પાસે 7 સીટ છે.

મળતી માહિતી મુજબ બિહારની ચૂંટણીમાં 11 માર્ચે નોંધણી કરાવવાની છેલ્લી તારીખ છે. 14 માર્ચે લેખિત નામોના પેપર પાછા લેવામાં આવશે. 21 માર્ચે બધી સીટો માટે વોટિંગ થશે. 23 માર્છ સુધી બધી વોટની ગણથરી પૂરી થઈ જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ દીકરીઓના શિક્ષણની ચિંતા ડબલ એન્જીન સરકારના શિરે: CM ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ