ગુજરાત/ કતારગામમાં થયેલી લૂંટ મામલે પોલીસને મોટી સફળતા, ઉકેલાયો 8 કરોડની લૂંટનો ભેદ

સુરતમાં કતારગામમાં થયેલ 8 કરોડ ની લૂંટ નો ભેદ ઉકેલાયો હતો.છેલ્લા 10 દિવસથી સતત તપાસ કરતી પોલીસને ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી.

Gujarat Surat
YouTube Thumbnail 2024 03 09T175448.515 કતારગામમાં થયેલી લૂંટ મામલે પોલીસને મોટી સફળતા, ઉકેલાયો 8 કરોડની લૂંટનો ભેદ

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં કતારગામમાં થયેલ 8 કરોડ ની લૂંટ નો ભેદ ઉકેલાયો હતો.છેલ્લા 10 દિવસથી સતત તપાસ કરતી પોલીસને ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી.જેમાં કંપનીનો માણસ ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો.એક ઈસમ ને 5 લાખ આપી સમગ્ર લૂંટ નું નાટક કરવા જણાવ્યું હતું.જે મામલે પોલીસે એક ની ધરપકડ કર્યા બાદ સમગ્ર હકીકત સામે આવી હતી.

સુરતના કતારગામ વિસ્તાર માં સહજાનંદ  ટેકનોલોજીના કર્મચારીઓ સાથે લૂંટની ઘટના બની હોવાની ફરિયાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ માં નોંધાઇ હતી.જે મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ તપાસ કરતી હતી.જેમાં સેફ ડિપોઝીટ માંથી રૂપિયા લઈને જતા કંપનીના  કર્મચારી ને બંધુક બતાવી એક ઈસમ વાન માં બેસી ગયો હતો.અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ કંપનીના કર્મીઓને ઉતારી ઇકો કાર લઈ નાસી છૂટ્યો હતો.

ત્યારબાદ ઇકો કાર પણ વરિયાવ રોડ પરથી બિનવારસી મળી આવ્યો હતો.જે મામલે કંપનીના જે કર્મચારીઓ લૂંટના દિવસે હાજર હતા તે તમામ ના નિવેદન લેવાયા હતા.આ નિવેદન માં પોલીસ ને વિસંગતતા દેખાતા પોલીસ ને પહેલેથીજ ફરિયાદી પર શક હતો.ત્યારબાદ પોલીસે 2 હજારથી વધુ સીસીટીવી કેમેરા તપાસી આરોપી. રોહિત સુધી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પહોંચી ગઈ હતી અને રોહિત ની ધરપકડ કરી હતી

રોહિતની ધરપકડ કરી પોલીસે તેની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા જેમાં રોહિતને સમગ્ર લૂંટનું નાટક કરવાનું અગાઉ કહેવાયું હતું.કંપનીના ફાયનાન્સ વિભાગમાં કામ કરતા નરેન્દ્રએ કંપનીમાંથી પાંચ વર્ષમાં 8 કરોડ ની ઉચાપત કરી શેરમાર્કેટમાં રોક્યા હતા.જેમાં નરેન્દ્ર ને 5 કરોડ નું નુકશાન થતા સમગ્ર નાટક રચ્યું હતું.આ નાટક કરવા માટે તેમણે અને તેમના એક અન્ય સાગરીત કલ્પેશે રોહિત ને લૂંટ નું નાટક કરવા માટે જણાવ્યું હતું.

આ કામ માટે તેમણે રોહિત ને 5 લાખ પણ આપ્યા હતા.જ્યારે લૂંટ ને અંજામ આપવાના આવ્યું તે દરમ્યાન થેલાની અંદર રૂપિયા નહીં પણ કાળગ હોવાનું જણાવ્યું હતું.કારણ કે રૂપિયા તો અગાઉજ નરેન્દ્ર ઉપાડી ચુક્યો હતો.હાલ પોલીસે લૂંટ નો ભેદ ઉકેલી લૂંટ નું નાટક કરનાર રોહિત અને તેમને આ નાટક કરાવનાર કંપની નો માણસ નરેન્દ્ર અને કલ્પેશ ત્રણેયની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના સેનેટરી ઇન્સ્પેકટર ભીખુએ કર્યું એવુ કામ કે કોર્પોરેશનની પણ થઇ ફજેતી,જાણો શુ છે આખી હકીકત

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

આ પણ વાંચો:સામૂહિક આપઘાત, પિતાએ પહેલા બાળક-પત્નીને ઝેરી દવા પીવડાવી અને પછી ખાધો ગળે ફાંસો

આ પણ વાંચો:બિઝનેસમેનનું હાર્ટ એટેકથી મોત, અચાનક છાતીમાં દુખાવો થતા જમીન પર પડ્યો અને પછી…..