Ganot Dhara Law/ ગણોતધારામાં ધરખમ ફેરફારો કરાશે, ગુજરાત સરકારે કવાયત શરૂ કરી

રાજ્ય સરકાર દ્વારા ગણોતધારા કાયદામાં ફેરફાર કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. 

Gujarat Gandhinagar
YouTube Thumbnail 2024 03 09T174129.082 ગણોતધારામાં ધરખમ ફેરફારો કરાશે, ગુજરાત સરકારે કવાયત શરૂ કરી

રાજ્ય સરકાર દ્વારા ગણોતધારા કાયદામાં ફેરફાર કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ કાયદામાં કેવા પ્રકારના ફેરફારો થઈ શકે તેમ છે તેનો અભ્યાસ કરવા માટે સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી ટુંક સમયમાં પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરશે તેવું સુત્રો જણાવી રહ્યાં છે. તેમજ અન્ય રાજ્યોની સ્થિતિનો અભ્યાસ કરવા માટે અધિકારીઓને ગુજરાત બહાર મોકલવામાં આવ્યા છે. તેમજ જૂની શરતની અને નવી શરતની જમીનની હાલની વ્યવસ્થાને સરળ કરી દેવાશે.

આ કાયદામાં શું અને કેવા પ્રકારના ફેરફારો થઈ શકે તેમ છે તેનો અભ્યાસ કરવા માટે સરકાર એક કમિટી બનાવી છે. કમિટી આગામી મહિને પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરી દેશે.લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં હાલના ગણોતધારાના કાયદામાં આમુલ ફેરફારો નિશ્ચિત દેખાઈ રહ્યાં છે. જો આ ફેરફારો થશે તો ગમે તે વ્યક્તિ ખેડૂત બની શકશે. હાલના જમીનના કાયદામાં ફેરફારો એ રીતે કરાશે કે જેથી સરકારને પ્રિમિયમની આવકમાં કોઈ ફેર તો ન જ પડે પણ તેની આવક પણ વધી જાય.

ગુજરાતમાં ગણોતધારાના કાયદામાં તેમજ જૂની શરત અને નવી શરતની જમીનના કાયદામાં અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળે છે. જૂની શરતની જમીન અને નવી શરતની જમીનને લઈને અનેક ગુંચવણો છે. તેનુ પ્રિમિયમ ભરવામાં પણ નાગરીકોને ભારે મુશ્કેલીઓ નડી રહી છે. ખેડૂતો પોતાની ખેતીની જમીન માત્ર અન્ય ખેડૂતોને જ વેચી શકે છે. ખેડૂત ન હોય તેવા લોકોને ખેતીની જમીન વેચી શકાતી નથી. જો અન્ય લોકોને ખેતીની જમીન વેચવી હોય તો સૌ પ્રથમ તેને બિનખેતી કરવી પડે. જેમાં કુલ જમીનના જંત્રીના 35થી 40 ટકા જેટલુ સરકારને પ્રિમિયમ ભરવુ પડે. ત્યાર બાદ આ જમીન ખેડૂત સિવાયની કોઈપણ વ્યક્તિને વેચી શકાય છે.

કમિટીના સભ્યો જૂદા જૂદા કલેક્ટરો,જમીનના માલિકો અને જમીનના કાયદાના જાણકારો સાથે સતત મીટીંગો કરીને વિવિધ જાણકારી મેળવી રહ્યાં છે. એટલુ જ નહી. કેટલાક સભ્યોને ગુજરાતની બહાર અન્ય રાજયોમાં પણ મોકલાયા છે. તેઓ ત્યાં જઈને ત્યાંના ગણોતધારાના કાયદાની જૂદી જૂદી કલમો અંગેની જાણકારી મેળવી રહ્યા છે. ત્યાર બાદ ગુજરાતમાં ખરેખર શું અને કેવા સુધારા કઈ રીતે થઈ શકે તેનો અહેવાલ તૈયાર કરીને કમિટીને આપશે. ત્યારબાદ કમિટી આ અંગે એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપશે. અહેવાલને આધારે સરકાર આ સંદર્ભમા કોઈ નિર્ણય કરશે.  સચિવાલયના સૂત્રો જણાવે છે કે, આગામી એક મહિના દરમિયાન કમિટી પોતાનો રિપોર્ટ સોંપી શકે છે. એટલે કે લોકસભાની ચૂંટણી પછી આ અંગેનો નિર્ણય લેવાશે. કેન્દ્ર સરકારની લીલી જંડી મળ્યા પછી જ કાયદામાં ફેરફારો કરવાનો નિર્ણય જાહેર કરાશે.કાયદામાં સુધારા વધારા કરવા હોય તો વિધાનસભામાં તેના માટેનુ બિલ લાવવુ પડશે. ઓર્ડિનન્સ પણ લાવી શકાય.

સચિવાલયના સૂત્રો જણાવે છે કે, એક મહિના દરમિયાન કમિટી પોતાનો રિપોર્ટ સોંપી શકે છે. કેન્દ્ર સરકારની લીલી જંડી મળ્યા પછી જ કાયદામાં ફેરફારો કરવાનો નિર્ણય જાહેર કરાશે.કાયદામાં સુધારા વધારા કરવા હોય તો વિધાનસભામાં તેના માટેનુ બિલ લાવવુ પડશે. ઓર્ડિનન્સ પણ લાવી શકાય. અત્યારે સ્થિતિ એવી છે કે, જે પરિવારમાં દાદા-પિતા કે પર દાદા ખેડૂત હોય તો તેના પરિવારના સભ્યો જ ખેડૂત ગણાય છે. માત્ર વારસાઈથી જ ખેડૂત થઈ શકાય છે. જેના માટે તેમની પાસે જૂની કે નવી શરતની જમીન હોવી જોઈએ. એ સિવાયના અન્ય કોઈ લોકો ખેડૂત બની શકતા નથી.

ગુજરાતમાં જો ગણોતધારાના કાયદામાં ધરખમ ફેરફારો થશે તો ગુજરાતના જ મોટા ગજાના કેટલાય બિલ્ડરો અને ઉધોપગપતિઓ માટે ખેતીની મોટી જમીનની ખરીદી માટેનો માર્ગ મોકળો થઈ જશે. આ કાયદામાં ફેરફારો થયા બાદ મોટા ઉધોગગૃહો ખેતીની મોટી જમીન ખરીદી લેશે. એટલે કે જમીનના ભાવમાં પણ અસાધારણ વધારો થઈ થશે. તેમજ ખેતીની જમીનનુ વેચાણ થયા બાદ તેના પર કોંક્રીટના જંગલો ઉભા થવાનુ જોખમ પણ ઉભુ થશે. આ અંગે કમિટીના સભ્યો અને અમુક અધિકારીનો સંપર્ક કરવાના પ્રયાસો કર્યા પણ તેઓ કમિટીની મીટીંગમાં વ્યસ્ત હોવાનુ કહીને આ અંગે કશુ બોલવાનો ઈન્કાર કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના સેનેટરી ઇન્સ્પેકટર ભીખુએ કર્યું એવુ કામ કે કોર્પોરેશનની પણ થઇ ફજેતી,જાણો શુ છે આખી હકીકત

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

આ પણ વાંચો:સામૂહિક આપઘાત, પિતાએ પહેલા બાળક-પત્નીને ઝેરી દવા પીવડાવી અને પછી ખાધો ગળે ફાંસો

આ પણ વાંચો:બિઝનેસમેનનું હાર્ટ એટેકથી મોત, અચાનક છાતીમાં દુખાવો થતા જમીન પર પડ્યો અને પછી…..