સુરત/ સામૂહિક આપઘાત, પિતાએ પહેલા બાળક-પત્નીને ઝેરી દવા પીવડાવી અને પછી ખાધો ગળે ફાંસો

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે.અહીંયા એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે. પતિએ પત્ની અને બાળકને ઝેરી દવા આપી હતી.

Top Stories Gujarat Surat Breaking News
YouTube Thumbnail 2024 03 08T121350.685 સામૂહિક આપઘાત, પિતાએ પહેલા બાળક-પત્નીને ઝેરી દવા પીવડાવી અને પછી ખાધો ગળે ફાંસો

Surat News: સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે.અહીંયા એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે. પતિએ પત્ની અને બાળકને ઝેરી દવા આપી હતી. બાદમાં પતિએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.  હાલ ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, લિંબાયતના રૂસ્તમ પાર્ક વિસ્તારમાં આવેલા પ્લોટ નં. એ-46માં બની છે. અહીં રહેતા પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસને ઘરમાંથી 3 મૃતદેહ મળ્યા છે. સોમેશ ભિક્ષાપતિ જીલા (ઉં.વ. 38)એ પત્ની નિર્મલ અને 7 વર્ષના દીકરા દેવઋષિને ઝેર પીવડાવી પોતે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.

Untitled સામૂહિક આપઘાત, પિતાએ પહેલા બાળક-પત્નીને ઝેરી દવા પીવડાવી અને પછી ખાધો ગળે ફાંસો

નાયબ પોલીસ કમિશનર પિનાકિન પરમારે ઘટના બાબતે જણાવ્યું હતું કે, લીંબાયતના રૂસ્તમ પાર્કમાં રહેતા પરિવારના 3 સભ્યોએ આપઘાત કર્યો છે. મૃતકોમાં 38 વર્ષીય સોમેશ ભિક્ષાપતી, પત્ની નિર્મલા અને 7 વર્ષના દીકરા દેવઋષિનો સમાવેશ થાય છે.

content image 26df7669 b6f2 41a2 97c6 86cb3f04393d સામૂહિક આપઘાત, પિતાએ પહેલા બાળક-પત્નીને ઝેરી દવા પીવડાવી અને પછી ખાધો ગળે ફાંસો

ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી અને મોબાઈલ મળ્યો છે. આપઘાત પહેલાં કેટલાંક વિડીયો પરિવારે બનાવ્યા હતા, તે પણ પોલીસને મળ્યા છે. વીડિયોમાં આપઘાત કરનાર સોમેશ માતૃભાષા તેલુગુમાં કશુંક બોલી રહ્યો છે. શું બોલ્યો તે અંગે તપાસ ચાલી રહી છે. મૃતદેહોને પીએમ માટે સિવિલ મોકલાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PSIની ભરતીને લઈ મોટા સમાચાર, PSI ની ભરતી માટે નવા નિયમો કરાયા જાહેર

આ પણ વાંચો:ભુવાલડી ખાતે ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ, 51 યુવક યુવતિઓ લગ્નગ્રંથીમાં જોડાયા

આ પણ વાંચો:વિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહિલાઓને મંત્રી ભાનુબેન બાબરિયા દ્વારા સન્માનિત કરાયા 

આ પણ વાંચો:કોંગ્રેસ ખેડૂતોની તરફ અને PM મોદી ઉદ્યોગપતિઓની રાજનીતિ કરે છે, ગુજરાતમાં રાહુલ ગાંધીનો મોટો પ્રહાર

આ પણ વાંચો:ગુજરાતની બાકીની 11 બેઠકો પર ભાજપમાંથી કોને મળી શકે છે ટિકિટ? જાણો કયા નામ ચર્ચામાં