Not Set/ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી ફસાયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફ્ટમાં …

બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી મંગળવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે કેવડિયા પહોંચ્યા હતાં. આ દરમિયાન તેઓ એક મિનિટ સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં લાગેલી લિફ્ટમાં ફસાયેલા રહ્યા હતા. તેમની સાથે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે મંત્રી સૌરભ પટેલ હાજર રહ્યા હતા. સુશીલકુમાર તેમજ સૌરભ પટેલ લિફ્ટમાં બેસીને સરદાર પટેલના સ્ટેચ્યૂની ગેલેરી સુધી જઈ રહ્યા હતા […]

Top Stories Gujarat Others
3 1542095826 બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી ફસાયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફ્ટમાં ...

બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી મંગળવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે કેવડિયા પહોંચ્યા હતાં. આ દરમિયાન તેઓ એક મિનિટ સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં લાગેલી લિફ્ટમાં ફસાયેલા રહ્યા હતા. તેમની સાથે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે મંત્રી સૌરભ પટેલ હાજર રહ્યા હતા.

Statue of Unity sushilkumar બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી ફસાયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફ્ટમાં ...
mantavyanews.com

સુશીલકુમાર તેમજ સૌરભ પટેલ લિફ્ટમાં બેસીને સરદાર પટેલના સ્ટેચ્યૂની ગેલેરી સુધી જઈ રહ્યા હતા ત્યારે અચાનક પાવર ડ્રોપ થયો હતો. જે બાદમાં લિફ્ટ વચ્ચે જ અટકી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે બંને નેતાઓ એક મિનિટ સુધી લિફ્ટમાં ફસાયેલા રહ્યા હતા. એક મિનિટ બાદ વીજળીનો પુરવઠો ફરી શરૂ થઈ જતાં બંને નેતાઓ પ્રતિમાની ગેલેરી સુધી પહોંચી શક્યા હતા.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન બિહારના નાયબ મુખ્યમંત્રી સ્થાનિક પ્રવાસીઓને પણ મળ્યા હતા. આ પ્રસંગે મીડિયાને સંબંધોન કરતા સુશીલકુમારે કહ્યુ હતુ કે,  મોદીજી જે કહે છે તે કરીને બતાવે છે. તેમનું સપનું સાકાર થયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ માટે બિહારમાંથી પણ માટી અને લોખંડ આપવામાં આવ્યું છે. સરદારની જે પ્રતિમા બની છે તે અદભૂત છે.