Not Set/ કેરલ લવ જેહાદ : “સગીર હાદિયાએ મરજીથી લગ્ન કર્યા હતા, NIAને તપાસનો અધિકાર નથી” : SC

દિલ્લી, કેરલ લવ જેહાદ કેસમાં દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. આ કેસમાં કરવામાં આવેલી પીટીશન કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, લવ જેહાદ મામલે હાદિયા પોતાની મરજીથી લગ્ન કરી શકે છે. આ અંગે હાદિયાને કોઈ સમસ્યા નથી તો આ મામલો જ સમાપ્ત થઇ જાય છે. જ્યાં સુધી તેઓના ક્રિમીનલ રેકોર્ડની વાત […]

Top Stories
67191 tyzgkcywvg 1504113742 કેરલ લવ જેહાદ : "સગીર હાદિયાએ મરજીથી લગ્ન કર્યા હતા, NIAને તપાસનો અધિકાર નથી" : SC

દિલ્લી,

કેરલ લવ જેહાદ કેસમાં દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. આ કેસમાં કરવામાં આવેલી પીટીશન કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, લવ જેહાદ મામલે હાદિયા પોતાની મરજીથી લગ્ન કરી શકે છે. આ અંગે હાદિયાને કોઈ સમસ્યા નથી તો આ મામલો જ સમાપ્ત થઇ જાય છે. જ્યાં સુધી તેઓના ક્રિમીનલ રેકોર્ડની વાત છે તો તેની તપાસ થઇ શકે છે. પરંતુ લગ્નની તપાસ કરવાનો અધિકાર કોઈની પાસે નથી. તેમજ આ અંગે તપાસ કરવાનો અધિકાર NIA પાસે પણ ન હોવાનું જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, “આ લગ્ન વિવાદથી અલગ છે. હાદિયા હજી સગીર છે. આ મામલે ન તો કોઈ પક્ષકારોને આ સવાલ ઉઠાવવાનો હક છે ન તો કોઈ કોર્ટ તેમજ કોઈ તપાસ એજન્સીને”. ઉલ્લેખનીય છે કે, આ કેશની સુનવણી ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના વડપણ હેઠળની ત્રણ જજની બેંચ કરી રહી છે . જયારે હવે આ કેસની આગળની સુનવણી ૨૨ ફેબ્રુઆરીના રોજ થશે.

હાદિયાના પિતા અશોકનના વકીલ એ રઘુનાથે જણાવ્યું હતું કે, અમે આશા રાખીએ છીએ કે એનઆઇએ પોતાની રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજુ કરશે. કોર્ટ હાદિયાને અભ્યાસ ચાલુ રાખવા માટે અનુમતિ આપશે. તેઓએ વધુમાં જણાવ્યું કે, અમે ખુશ છીએ કે હાદિયા સુરક્ષિત છે. બીજી બાજુ NIA આ કેસમાં ચોથી સ્ટેટ્સ રીપોર્ટ રજુ કરવા માટે જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, હાદિયાના પત્ની ISISના સંપર્કમાં છે એવો આરોપ લગાડવામાં આવ્યો છે.

જયારે NIAને સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, ISISના બે સંદિગ્ધોએ ઇન્વેસ્ટીગેશન એજન્સી સમક્ષ માન્યું હતું કે, શર્ફી તેમના સંપર્કમાં રહ્યો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, NIAની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, શર્ફી જહાનો મનસીદ અને સફ્વાન સાથે સંપર્ક મુનીર નામના શખ્સ દ્વારા થયો હતો. મુનીર કોર્ટની તરફથી હાદિયા માટે નિયુક્ત અભિભાવક સૈનબાના સંપર્કમાં હતો.