Not Set/ અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનનું સર્વર બગડતા નાગરિકોને હાલાકી

સ્માર્ટ સિટીનાં બણગાં ફૂંકનારા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સત્તાવાળાઓ તંત્રનાં ઉસ્માનપુરા ખાતેનાં મુખ્ય સર્વરને યોગ્ય રીતે ચલાવી શકતા નથી. આ સર્વર ગઇ કાલથી ખોટકાયું છે. આજે પણ સર્વરની કામગીરી ઠપ જ હોઇ સતત બીજા દિવસે સેંકડો નાગરિકો પરેશાન થઇ ગયા છે. ઉસ્માનપુરા ખાતેનાં મુખ્ય સર્વર સાથે તંત્રના 59 સિવિક સેન્ટર જોડાયેલા છે. આ સિવિક સેન્ટર પરથી શહેરીજનોનાં […]

Top Stories Ahmedabad Gujarat
ahmedabad municipal corpo અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનનું સર્વર બગડતા નાગરિકોને હાલાકી

સ્માર્ટ સિટીનાં બણગાં ફૂંકનારા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સત્તાવાળાઓ તંત્રનાં ઉસ્માનપુરા ખાતેનાં મુખ્ય સર્વરને યોગ્ય રીતે ચલાવી શકતા નથી. આ સર્વર ગઇ કાલથી ખોટકાયું છે. આજે પણ સર્વરની કામગીરી ઠપ જ હોઇ સતત બીજા દિવસે સેંકડો નાગરિકો પરેશાન થઇ ગયા છે.

ઉસ્માનપુરા ખાતેનાં મુખ્ય સર્વર સાથે તંત્રના 59 સિવિક સેન્ટર જોડાયેલા છે. આ સિવિક સેન્ટર પરથી શહેરીજનોનાં જન્મ-મરણનાં દાખલા, પ્રોપર્ટી ટેકસની ભરપાઇ જેવા કામ થાય છે, પરંતુ ગઇ કાલે મુખ્ય સર્વર ખોટકાતાં આજે સવારથી સિવિક સેન્ટર બંધ રહ્યાં હતાં.

ઉસ્માનપુરા ખાતેનાં સર્વરનાં મેન્ટેનન્સની જવાબદારી ટીસીએસ કંપની પાસે છે. તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ઇ-ગવર્નન્સનો કોન્ટ્રાકટ ટીસીએસ કંપનીને અપાયો છે

છેલ્લાં ત્રણ વર્ષથી આ કંપનીને કામગીરી સોંપાઇ હોવા છતાં કંપની સામે ખુદ તંત્રનાં વિભાગોમાં અસંતોષ છે. ફાઇનાન્સ, ટેકસ સહિતનાં વિભાગનાં મોડ્યુલને સમયસર તૈયાર કરવા સહિતની બાબતોમાં ટીસીએસ કંપની કાર્યક્ષમ પુરવાર થઇ શકી નથી.