RBI-Twothousandrupee/ 31 જુલાઈ સુધીમાં, 2,000 રૂપિયાની 88% નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી

રિઝર્વ બેન્કે કહ્યું છે કે 31 જુલાઈ, 2023 સુધી, 2000 રૂપિયાની કુલ 88 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. RBI અનુસાર, 19 મે, 2023 સુધી, 3.56 લાખ કરોડ રૂપિયાની કુલ 2,000 રૂપિયાની નોટો ચલણમાં હતી. અને 31 જુલાઈ 2023 સુધીમાં 3.14 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો બેંકોમાં પાછી આવી ગઈ છે.

Top Stories Business
RBI Twothousand rupeenote 31 જુલાઈ સુધીમાં, 2,000 રૂપિયાની 88% નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી

રિઝર્વ બેન્કે કહ્યું છે કે 31 જુલાઈ, 2023 સુધી, 2000 રૂપિયાની કુલ 88 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. RBI અનુસાર, 19 મે, 2023 સુધી, 3.56 લાખ કરોડ રૂપિયાની કુલ 2,000 રૂપિયાની નોટો ચલણમાં હતી. અને 31 જુલાઈ 2023 સુધીમાં 3.14 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો બેંકોમાં પાછી આવી ગઈ છે. હવે માત્ર 42,000 કરોડ રૂપિયાની નોટ ચલણમાં બચી છે. 30 સપ્ટેમ્બર 2023 એ 2,000ની નોટો જમા કરાવવા અથવા બદલવાની છેલ્લી તારીખ છે.

RBIએ 2000 રૂપિયાની નોટને લઈને સ્ટેટસ જાહેર કર્યું છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે 19 મે 2023ના રોજ આરબીઆઈએ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. 31 માર્ચ, 2023 સુધી, રૂ. 2,000ની નોટ સર્ક્યુલેશનમાં કુલ રૂ. 3.62 લાખ કરોડ હાજર હતા, જે 19 મે, 2023ના રોજ ઘટીને રૂ. 3.56 લાખ કરોડ થઈ ગયા.

આરબીઆઈએ કહ્યું કે બેંકો પાસેથી મળેલા ડેટા મુજબ 31 જુલાઈ 2023 સુધીમાં 3.14 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાંથી બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. RBIએ કહ્યું કે હવે માત્ર 42,000 કરોડ રૂપિયાની નોટ ચલણમાં બચી છે. આવી સ્થિતિમાં, 19 મે, 2023 ના રોજ આરબીઆઈની 2,000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત બાદથી, 88 ટકા નોટ પાછી આવી છે.

આરબીઆઈએ જણાવ્યું કે જે 2000 રૂપિયાની નોટો પાછી આવી છે તેમાંથી 87 ટકા નોટો બેંક ખાતામાં જમા થઈ ગઈ છે. જ્યારે 13 ટકા 2000 રૂપિયાની નોટો અન્ય નોટો સાથે એક્સચેન્જ કરવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ No Confidence Motion-BJD/ બીજુ જનતાદળ દિલ્હી સર્વિસ બિલને સમર્થન આપશેઃ સરકાર સામે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો વિરોધ કરશે

આ પણ વાંચોઃ OMG!/ ટાઈમ ટ્રાવેલને લઈને ચોંકાવનારો દાવો, 400 વર્ષ જૂની પેઈન્ટિંગમાં જોવા મળેલી આ આધુનિક વસ્તુ

આ પણ વાંચોઃ OMG!/ ખબર નઈ આ ક્યાં જઈને અટકશે! હવે માણસો બની રહ્યા છે જાનવર! કોઈ કુતરું બન્યું તો કોઈ વરુ?

આ પણ વાંચોઃ Indian Railways/ શું ભારતના આ રેલ્વે સ્ટેશન પર ભૂતોનો છે ત્રાસ? જાણો શું છે સમગ્ર સત્ય

આ પણ વાંચોઃ OMG!/ પુત્રનો ફોટો શેર કરી માતા બનાવવા માંગતી હતી સોશિયલ મીડિયા સ્ટાર , થયું મોટું કાંડ!