Not Set/ જેકોબ માર્ટિન પરથી વેન્ટીલેટર હટાવાયું, જનરલ વોર્ડમાં શીફ્ટ થયા, હાલતમાં સુધારો

વડોદરા, ભારતની ટીમના પુર્વ ક્રિકેટર વડોદરાના જેકોબ માર્ટિન હવે તેમની ગંભીર બિમારીમાંથી ધીરે ધીરે સાજા થઇ રહ્યાં છે.છેલ્લા 38 દિવસની સારવાર બાદ પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટીનની તબિયતમાં સુધારો થતાં તેમના શરીર પર રહેલું વેન્ટિલેટર હટાવી લેવાયું છે. જેકોબ માર્ટીનને આઇસીયુમાંથી હટાવીને જનરલ વોર્ડમાં શીફ્ટ કરવામાં આવ્યા છે. જેકોબ માર્ટિનના ક્રિકેટર મિત્ર શીશીર હટંગડીએ કહ્યું કે […]

Top Stories Gujarat Vadodara
jacob martin જેકોબ માર્ટિન પરથી વેન્ટીલેટર હટાવાયું, જનરલ વોર્ડમાં શીફ્ટ થયા, હાલતમાં સુધારો

વડોદરા,

ભારતની ટીમના પુર્વ ક્રિકેટર વડોદરાના જેકોબ માર્ટિન હવે તેમની ગંભીર બિમારીમાંથી ધીરે ધીરે સાજા થઇ રહ્યાં છે.છેલ્લા 38 દિવસની સારવાર બાદ પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટીનની તબિયતમાં સુધારો થતાં તેમના શરીર પર રહેલું વેન્ટિલેટર હટાવી લેવાયું છે. જેકોબ માર્ટીનને આઇસીયુમાંથી હટાવીને જનરલ વોર્ડમાં શીફ્ટ કરવામાં આવ્યા છે.

જેકોબ માર્ટિનના ક્રિકેટર મિત્ર શીશીર હટંગડીએ કહ્યું કે તેમનું ટ્રેકોસ્ટોમી કાણું પુરાઇ રહ્યું છે અને તેઓ હવે વાતચીત કરી શકે છે.

જેકોબ માર્ટિનની સારવાર કરી રહેલાં તબીબ કહે છે કે તેમની રીકવરી થઇ રહી છે અને હવે તેઓ વાતચીત પણ કરી શકે છે.

વેન્ટીલેટર હટતાં જેકોબ માર્ટિને સોશિયલ મીડીયા પર એક પોસ્ટ કરીને લખ્યું કે દોસ્તોની દુઆ અને શુભેચ્છાએ મને બચાવ્યો…

જેકોબે આ સંદેશા સાથે એક વીડિયો ગીત યે દોસ્તી હમ ન હી તોડેંગે મૂક્યું હતું. આ સંદેશા સાથે જેકોબે દોસ્તોનો આભાર માન્યો છે. આ સામે દોસ્તોએ સ્પીડી રિકવરી માટેની શુભેચ્છા પાઠવી હતી. ભારત માટે ૧૦ વન-ડેમાં રમી ચૂકેલા વડોદરાના જેકોબ માર્ટિન રોડ એક્સિડન્ટ બાદ છેલ્લા 38 દિવસથી વેન્ટિલેટર પર હતા.

jackob martin જેકોબ માર્ટિન પરથી વેન્ટીલેટર હટાવાયું, જનરલ વોર્ડમાં શીફ્ટ થયા, હાલતમાં સુધારો

૪૬ વર્ષીય માર્ટિનનો ૨૮ ડિસેમ્બર રોડ એક્સિડેન્ટ થયો હતો અને જેમાં તેમને ફેફસાં, લીવરમાં ઈજા પહોંચી હતી. આ અકસ્માત બાદ માર્ટિન વેન્ટિલેટર પર હતા અને તેમની સારવાર માટે હાલમાં દરરોજનો રૃપિયા ૭૦ હજારનો ખર્ચ આવતો હતો.માર્ટિનના પત્નિએ બીસીસીઆઇ સમક્ષ નાણાકીય સહાય માગી હતી. બીસીસીઆઇ દ્વારા માર્ટિનની સારવાર માટે રૃપિયા ૫ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત IPL ની ટીમ ચેન્નાઈ સુપર કિંગે ૩ લાખ,  કૃણાલ પંડ્યા એ પણ બ્લેન્ક ચેક આપ્યો હતો. જયારે બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા રૃપિયા ૨.૭૦ લાખ, બરોડાના મહારાજ સમરજીતસિંહ ગાયેકવાડે રૃપિયા ૧ લાખની સહાય આપી છે.