@રમેશ પટેલ
અમદાવાદના બોપલ વિસ્તારમાં ગત રાત્રે ગેંગરેપ અને લૂંટની ઘટના બની હતી પંજાબ અને ઉત્તર પ્રદેશના આરોપીઓએ ફ્લેટમાં ઘૂસી જઈએ ને યુવતી પર ગેંગરેપ કર્યો હતો અને ત્યારબાદ 40,000 જેટલી લૂંટ ચલાવી અને ફરાર થયા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસની બાતમીને આધારે બનાસકાંઠા એલસીબીએ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
અમદાવાદના બોપલના વેન્યું સફાલીયા એપાર્ટમેન્ટમાં ગઈ રાત્રે ગેંગરેપ અને લૂંટની ઘટના બની હતી ઘાટલોડીયા અને બોપલ વિસ્તારમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા પાંચ જેટલા લોકોએ વેન્યુ સફાલીયા એપાર્ટમેન્ટમાં ડોરબેલ બજાવી અને ફ્લેટમાં ઘૂસી જઈ અને યુવતી પર ગેંગરેપ કર્યો હતો ત્યારબાદ લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આરોપીઓ બોપલ અને ઘાટલોડિયામાં સિક્યુરિટીમાં નોકરી કરતા હતા અને બોપલના સિક્યુરિટી ને ખબર હતી કે આ યુવતી ફ્લેટ માં રાત્રે એકલી છે અને એકલી યુવતીની જોઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો.
જોકે ફ્લેટમાં આરોપીઓ ગેંગરેપ કરી અને લૂંટ ચલાવી અને એટીએમ લઈને આરોપીઓ ભાગી ગયા હતા ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે મોડી રાત્રે આ ઘટનાની તપાસ હાથ ધરી હતી અને બનાસકાંઠા એલસીબીને પણ જાણ કરાઈ હતી આજે પાંચ આરોપીઓ અમદાવાદથી પંજાબ જતી ખાનગી લક્ઝરી બસમાં રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા ત્યારે પાલનપુર એરોમાં સર્કલ પાસે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના જવાનોએ પાંચ આરોપીઓને લક્ઝરી બસમાંથી જ ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ લઈ જવાયા હતા જોકે હવે અમદાવાદના બોપલમાં ઘટના બની છે એટલે આ આરોપીઓનો કબજો અમદાવાદ પોલીસને સોપશે.
આરોપીના નામ
- અમૃતપાલ સિંહ ઉર્ફે ગોબી નિર્મલ સિંહ જીલ 34 અમૃતસર પંજાબ
- સુખવિંદર સિંઘ ઉર્ફે આકાશ જગજીતસિંહ શીખ પંજાબ
- મનજીતસિંગ ઉર્ફે અજય જગજીતસિંહ શીખ પંજાબ
- રાહુલ સિંગ વિનોદ સિંહ બંસીવાલ ઉત્તર પ્રદેશ
- હરિ ઓમ ઉર્ફે લાલજી કોમલસિંહ જયસિંહ ઠાકોર મધ્ય પ્રદેશ
પોલીસે શું કબજે કર્યું
- લૂંટ કરેલા એટીએમ માંથી 40 હજાર રૂપિયા ઉપાડ્યા હતા અને તેમાં પોલીસે ૩૩ હજાર રોકડ કબજે કરી હતી.
- ચાર મોબાઈલ ફોન એક લેપટોપ એટીએમ મહિલાને બંધક બનાવી હતી એ ફ્લેટની ચાવી પણ કબજે કરી.
આ પણ વાંચો:સોડપુર ગામે આરોગ્યકર્મીઓનું એકબીજા સાથે અશોભનીય કૃત્ય, વીડિયો વાયરલ
આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ અને તેમના પતિ ગુજરાત પોલીસને નથી આપી રહ્યા સહયોગ, SC એ કહી આ વાત
આ પણ વાંચો:અમદાવાદમાં મોર્નિંગ વોક પર નીકળ્યા CM ધામી, સાબરમતી રિવર ફ્રન્ટ પર લોકો સાથે કર્યો સંવાદ
આ પણ વાંચો:આશ્રમશાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અશ્લીલ વીડિયો બતાવી કર્યા અડપલા