Earth Quake/ તાલાલામાં વહેલી સવારથી ઝટકા પર ઝટકા, ભૂકંપના 5 ઝાટકાથી લોકો હતપ્રભ

વર્ષ 2001 પહેલા અનેક લોકો એવા હતા જેને ભૂકંપની વાતો જ સાંભળી હતી, પરંતુ ભૂકંપનો અનુભવ કર્યો ન હતો. વર્ષ 2001માં ગુજરાતની ધરા ધ્રુજી અને વિનાશ વહેર્યો. જ્યાં જોવો ત્યાં કાટમાળનાં ઢગલા

Top Stories Gujarat Others
earthquack તાલાલામાં વહેલી સવારથી ઝટકા પર ઝટકા, ભૂકંપના 5 ઝાટકાથી લોકો હતપ્રભ

વર્ષ 2001 પહેલા અનેક લોકો એવા હતા જેને ભૂકંપની વાતો જ સાંભળી હતી, પરંતુ ભૂકંપનો અનુભવ કર્યો ન હતો. વર્ષ 2001માં ગુજરાતની ધરા ધ્રુજી અને વિનાશ વહેર્યો. જ્યાં જોવો ત્યાં કાટમાળનાં ઢગલા અને લોકોની ચીચીયારીઓ 26 જાન્યુઆરી 2001નાં દિવસે ગુજરાતમાં ગુંજી ઉઠી અને તે ચીચીયારીઓ આજે પણ ભૂકંપનું નામ પડતા કાને અથડાઇ છે અને નજરે દેખાય છે તે વિનાશનાં પર્યાય સમા દ્રશ્યો. ગુજરાતમાં પાછલા લાંબા સમયથી લોકો થથરી રહ્યા છે અને તેનુ કારણ છે છાસવારે અનુભવાઇ રહેલા ભૂકંપનાં ઝટકા. જો કે, થોડા સમય પૂર્વે સિસ્મોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી હતી કે, ગુજરાત વિસ્તારમાં આવેલી એક ફ્લોટ લાઇન સક્રિય હોવાનાં કારણે આ ભૂકંપન આવી રહ્યું છે અને તે હજુ થોડો વધુ સમય આવશે.

Election / આ રાજ્યમાં ઓવૈસી(AIMIM)નાં ચૂંટણી ન લડવાનાં ફેસલાથી કોંગ્રેસને હાસકારો

વસ્તુ સ્થિતિની જાણ છે, પરંતુ આ તો ભૂકંપ છે અને ભૂકંપનો વિનાશ ગુજરાતે જોયો પણ છે માટે સિસ્મોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા ગુજરાતનાં લોકો માટે એવી સાબિત થઇ રહી છે કે, “કોઇને કહેવામાં આવે કે આ સિંહ છે તેણે ભરપેટ ભોજન કરી લીધુ છે અને હવે તે કશું પણ ખાશે નહી માટે તમે તેના પાંજરામાં રહેશો તો કોઇ ખતરો નથી.”

Sodagar's Blog: A decade after Gujarat Earthquake

આવો જ અજંપો ગુજરાતમાં પાછલા ઘણા સમયથી નોંધવામાં આવી રહ્યો છે. અને તેમા પણ આજે ગીર-સોમનાથ અને તાલાળા વિસ્તારમાં ભૂકંપનાં કારણે લોકો રીતસરનાં થથરી ઉઠ્યા હતા.  જી હા, તાલાલામાં આજે ભુકંપના એકસાથે એક-બે નહીં પરંતુ 5 ઝટકા અનુભવાયા છે અને હજુ વઘુ ઝટકા જરુર આવશે તેવી દહેશત પણ જોવામાં આવી રહી છે.

Gujarat State

સોમવાર સવારથી જ આ વિસ્તાર ધણધણી રહ્યો છે. આ વિસ્તારમા વહેલી સવારે ભૂકંપના 4 ઝાટકા આવ્યા હતા. સૌથી પહેલા 3:46 વાગ્યે એક ઝટકો આવ્યો તેની તિવ્રતા 3.3ની હતી. પછી સવારે 3:55 વાગ્યે ફરી 3.2ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો, સવારે 4:44 વાગ્યે 2.9 તિવ્રતાનો ભૂકંપનો ઝટકો આવ્યો અને 5:28 વાગ્યે 2.5ની તિવ્રતાનો ભૂકંપનો ઝટકો લોકોને ભયભીત કરી ગયો. થોડા વિરામ બાદ તાલાલામાં ફરી ભૂકંપ અનુભવાયો, જી હા, સવારે 7:34 વાગ્યે ફરી પાંચમો ઝટકો 3.1ની તીવ્રતાનો આવ્યો હતો. તમામ ઝટકાનું કેન્દ્રબિંદુ તાલાલા થી 12-13 કિલોમીટર દૂર નોંધાયું છે.

INDIAN NAVY / હવે દેશનાં દુશ્મનોને મળશે કરારો જવાબ, ભારતનું પહેલું મેરીટાઇમ થિયેટર કમાન્ડ તૈયાર જ, જાણો વિશેષતા

પૂર્વે પણ તાલાળા સહિતની ગુજરાતની ઘરતી અનેક વખત ધ્રુજી છે અને લોકો થથર્યા છે, પરંતુ એક જ દિવસમાં અને તે પણ દિવસના સવારનાં ભાગમાં જ એક સાથે પાંચ પાંચ ઝટકાનાં કારણે લોકોમાં એક ગર્ભીર ડર જોવામાં આવી રહ્યો છે અને લોકોમાં મોટી હોનારતની ચર્ચાઓ પણ શરુ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, તાલાળા અને ગીર-સોમનાથનો વિસ્તાર દરિયાઇ પટ્ટીથી તદ્દન નજીક હોવાનાં કારણે લોકમાં સુનામિ આવશે કે શુ નો ડર પણ વ્યાપિ ગયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…