Not Set/ વડોદરા/ શાળામાં ચાલુ કલાસે પડ્યો પંખો, બે વિદ્યાર્થીને માથાનાં ભાગે ઇજા

ભાયલી પાસેની બ્રાઇટ સ્કુલમાં બની ઘટના ધોરણ ૩માં ચાલુ ક્લાસમાં પડ્યો  પંખો બે વિદ્યાર્થીનાં માથાનાં ભાગે ઇજા પહોંચી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરાયાં વડોદરાની બ્રાઈટ સ્કૂલની ઘટનાને લઇને વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર આવેલી બ્રાઇટ ડે સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. બ્રાઇટ સ્કૂલમાં ધો-3ના ચાલુ ક્લાસ દરમિયાન અચાનક […]

Gujarat Vadodara
khakhati 1 વડોદરા/ શાળામાં ચાલુ કલાસે પડ્યો પંખો, બે વિદ્યાર્થીને માથાનાં ભાગે ઇજા
  • ભાયલી પાસેની બ્રાઇટ સ્કુલમાં બની ઘટના
  • ધોરણ ૩માં ચાલુ ક્લાસમાં પડ્યો  પંખો
  • બે વિદ્યાર્થીનાં માથાનાં ભાગે ઇજા પહોંચી
  • ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરાયાં

વડોદરાની બ્રાઈટ સ્કૂલની ઘટનાને લઇને વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર આવેલી બ્રાઇટ ડે સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. બ્રાઇટ સ્કૂલમાં ધો-3ના ચાલુ ક્લાસ દરમિયાન અચાનક જ પંખો વિદ્યાર્થીઓ ઉપર પડ્યો હતો.

આ ઘટનામાં બે વિદ્યાર્થીઓને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે. વાલીઓનો આરોપ છે કે, શાળા તંત્ર દ્વારા મસ મોટી ફી લેવામાં આવતી હોવા છતાય વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરા પણ ગંભીર નથી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.