Not Set/ અમદાવાદ/ AMTS બસે યુવકને લીધો અડફેટે, ઘટના સ્થળે જ મોત

અમદાવાદમાં દિવસે ને દિવસે AMTS બસના ડ્રાઈવરો બેફામ બની રહ્યાં છે. અવારનવાર AMTS બસની અડફેટે આવી અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે ત્યારે વધુ એકવાર AMTS બસે એક યુવકનો ભોગ લીધો છે. મળતી માહિતી અનુસાર શહેરના રાણીપ વિસ્તારમાં પુર ઝડપે આવી રહેલ AMTS બસે બાઈક સવારને  ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં […]

Ahmedabad Gujarat
road accident અમદાવાદ/ AMTS બસે યુવકને લીધો અડફેટે, ઘટના સ્થળે જ મોત

અમદાવાદમાં દિવસે ને દિવસે AMTS બસના ડ્રાઈવરો બેફામ બની રહ્યાં છે. અવારનવાર AMTS બસની અડફેટે આવી અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે ત્યારે વધુ એકવાર AMTS બસે એક યુવકનો ભોગ લીધો છે.

મળતી માહિતી અનુસાર શહેરના રાણીપ વિસ્તારમાં પુર ઝડપે આવી રહેલ AMTS બસે બાઈક સવારને  ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં દિપક ત્રિવેદી નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું મોત છે.

ઉલ્લેખનીય છે કે અવારનવાર AMTSની અડફેટે આવીને માસૂમ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તેમ છતાં પણ કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યાં.

આપને જણાવી દઈએ કે બે દિવસ પહેલા મેમકો નજીક ST બસે એક મહિલાને અડફેટે લીધી હતી. બસસ્ટોપ પર જ્યારે બસ આવી ત્યારે બસમાં બેસવાની જગ્યા મળે તે માટે દોડા-દોડી કરીને બસમાં ચડવા જતાં મહિલા નીચે પડી ગઈ હતી અને ST બસના પાછળનું ટાયર તેના પર ફરી વળતા મહિલાનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.