- ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત
- ઋત્વિજ પટેલ થયા કોરોના સંક્રમિત
- સંપર્કમાં આવેલા તમામને રિપોર્ટ કરાવવા કરી અપીલ
- રિવરફ્રન્ટ સંત સંમેલનમાં હાજર રહ્યા હતા ઋત્વિજ પટેલ
- ગઇકાલે 4 નેતાઓ થયા હતા કોરોના સંક્રમિત
રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, જેમા હવે રાજ્યનાં નેતા પણ ઝપટમાં આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, ભાજપનાં વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. જી હા, ભાજપનાં નેતા ઋત્વિજ પટેલ કોરોના સંક્રમિત થયા છે.
આ પણ વાંચો – વીએચપી અને બજરંગ દળ દ્વારા / વારાણસીના ગંગા ઘાટ અને ધાર્મિક સ્થળો પર ‘બિન-હિંદુ પ્રતિબંધિત’ પોસ્ટર લગાવવામાં આવ્યા
આપને જણાવી દઇએ કે, અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવેલા સંત સંમેલનનાં કાર્યક્રમમાં વધુ એક નેતા પોઝિટિવ આવ્યા છે. ડૉ. ઋત્વિજ પટેલ ટ્વીટ કરીને માહિતી આપી કે, તેઓ કોરોના પોઝિટિવ થયા છે. અગાઉ આ કાર્યક્રમમાં ભાજપનાં બે નેતા તેમજ ચાર જેટલા સંતો પોઝિટિવ આવ્યા હતા. ત્યારે આજે વધુ એક નેતા પોઝિટિવ થયા છે. જેમણે તેમની આસપાસ અને તેમના સંપર્કમાં આવેલા લોકોને પોતાનો રિપોર્ટ કરાવવાની પણ સૂચના આપી હતી. એક તરફ વધતા કેસને લઈને વાઇબ્રન્ટ સમિટ પણ મોકૂફ રાખવામાં આવ્યું છે, ત્યારે ભાજપ નેતા ઋત્વિજ પટેલને કોરોના થતાં સરકારનાં તંત્રમાં મોટી ચિંતા જોવા મળી રહી છે. ત્યારે સવાલ એ થયો છે કે શું માત્ર જનતા માટે જ SOP નું પાલન કરવું ફરજીયાત બને છે. શા માટે નેતા તેમજ કોઈપણ રાજકીય લોકોને આ નિર્ણય લાગુ નથી પડતા. હવે સવાલ એ છે કે એક બાદ એક ફરીથી સંત સંમેલનમાં ભેગા થયેલા લોકો પોઝિટિવ આવ્યા છે, ત્યારે હવે આવનારા સમયમાં કેટલા લોકો પોઝિટિવ આવે છે અને કેટલું સંક્રમણ ફેલાવે છે તે જોવું રહ્યું.
https://twitter.com/DrRutvij/status/1479329410004127745?s=20
આ પણ વાંચો – મહિલાના વાળમાં થૂંકવાના મામલે / હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબે સોશિયલ મીડિયા માધ્યમથી વિવાદ પર માફી માંગી,જુઓ વીડિયો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 1 લાખ 17 હજાર નવા કેસ નોંધાયા છે એટલે કે 10 દિવસમાં દર્દીઓમાં 20 ગણો વધારો થયો છે. અગાઉ 28 ડિસેમ્બરે માત્ર છ હજાર કેસ નોંધાયા હતા. વળી, મુંબઈ અને દિલ્હી પછી હવે યુપીમાં પણ ચેપની ગતિ વધી છે. છેલ્લા 24 કલાકમાં અહીં 2000 થી વધુ દર્દીઓ દેખાયા છે. ભારતમાં ગુરુવારે કોરોના ચેપનાં 1.16 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. 5 જૂન, 2021 પછી દૈનિક કેસોમાં આ સૌથી વધુ ઉછાળો છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોવિડ-19 નાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનને કારણે ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ઓમિક્રોનનાં કારણે કોરોના વાયરસનું સંક્રમણ બીજી લહેર કરતા વધુ ઝડપથી ફેલાઈ રહી છે.