Not Set/ એસ.ઓ.જી.ની ટીમે રિક્ષામાંથી ઝડપ્યો ગાંજો, સાડા નવ કિલો ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ

મોરબી, મોરબીની એસ.ઓ.જી.ની ટીમને મળેલી બાતમીના આધારે ડી.સી.પી્. કરણરાજ વાઘેલાએ ટીમને સાથે રાખી રામ ચોક પર વોચ ગોઠવી હતી. વોચ દરમ્યાન રામ ચોક પાસેથી જીજે 3 એ યુ 680 નંબરની રીક્ષા શંકાસ્પદ જણાઇ હતી. રીક્ષા ચાલકની અટકાયત કરી તપાસ કરતા રીક્ષામાંથી સાડા નવ કિલોનો ગાંજો મળી આવ્યો હતો. ગાંજો મળી આવતા મોરબી એસ.ઓ.જીની ટીમે રીક્ષા […]

Gujarat Others Trending
rain 35 એસ.ઓ.જી.ની ટીમે રિક્ષામાંથી ઝડપ્યો ગાંજો, સાડા નવ કિલો ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ

મોરબી,

મોરબીની એસ.ઓ.જી.ની ટીમને મળેલી બાતમીના આધારે ડી.સી.પી્. કરણરાજ વાઘેલાએ ટીમને સાથે રાખી રામ ચોક પર વોચ ગોઠવી હતી. વોચ દરમ્યાન રામ ચોક પાસેથી જીજે 3 એ યુ 680 નંબરની રીક્ષા શંકાસ્પદ જણાઇ હતી.

રીક્ષા ચાલકની અટકાયત કરી તપાસ કરતા રીક્ષામાંથી સાડા નવ કિલોનો ગાંજો મળી આવ્યો હતો. ગાંજો મળી આવતા મોરબી એસ.ઓ.જીની ટીમે રીક્ષા ચાલક હાજીગની ભટ્ટી અને હિતેષ મારવાડીની 57 હજારના ગાંજા સહિત બે મોબાઇલ, રીક્ષા અને રોકડ રૂપિયા સાથે ધરપકડ કરી હતી.

rain 36 એસ.ઓ.જી.ની ટીમે રિક્ષામાંથી ઝડપ્યો ગાંજો, સાડા નવ કિલો ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ

બન્ને આરોપીઓને પોલીસ સ્ટેશન લઇ જઇ ગાંજાની કેટલા સમયથી હેરફેર કરવામાં આવે છે, ક્યાથી લાવવામાં આવે છે અને કોણ કોણ સંડોવાયેલુ છે તે અંગેની વધુ પુછપરછ કરવામાં આવી.