અરવલ્લીના જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનથી વર્દીને લજાવતી ઘટનાં બહાર આવી છે. સ્ટેશનનાં પીએસઆઇ એમ. બી ગઢવી અને તેમની આગેવાનીમાં કાર્યરત બે કોન્સ્ટેબલની સ્ટેટ મોનીટરિંગ સેલે ધરપકડ કરી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલને જાણકારી મળી હતી કે શામળાજી પોલીસ અધિકારીઓ દ્વારા એક દારૂથી ભરેલું ટેન્કર પકડી પાડવાં આવ્યું હતું, પરંતુ કોઈ પણ જાતની કાર્યવાહી કર્યા સિવાય તેમણે આ ટેન્કર પોતાની પાસે જ સાચવી રાખ્યું હતું અને ઉચિત કાર્યવાહી નહોતી કરી.
જેની જાણ સ્ટેટ મોનિટરિંગ સેલને થતા તેઓ શામળાજી પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. દારૂનું ટેન્કર સ્ટેશનમાં જ દેખાતા આ ટેંકરની માહિતી માંગી હતી. પરંતુ શામળાજી પોલીસ સ્ટેશનમાં આ ટેન્કર વિશે કોઈ એફઆઈઆર કે અન્ય રેકોર્ડ જોવા મળ્યો નહોતો.
સ્ટેશન અધિકારીઓએ આ મુદ્દે સફાઈ આપતા જણાવ્યું હતું કે ટેન્કર જપ્ત થયા બાદ પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાં વિવાદ સર્જાતા તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસમાં બહાર આવ્યું હતું કે જે બુટલેગરની ટેન્ક હતી તેની સાથે ટેલિફોનિક સંપર્ક દ્વારા વાત પણ કરેલી હતી.
આમ સ્પષ્ટ થયું હતું કે અધિકારી ગઢવી અને તેમના બે કોન્સ્ટેબલ બહાર જ મામલો પતાવવા માંગતા હતા. જો કે અધિકારી ગઢવી અને તેમના બે કોન્સ્ટેબલોને ગાંધીનગર હાજર કરાયા હતા.