Not Set/ એશિયન ગેમ્સ: ભારતના આ સ્ટાર ખેલાડીઓ પર રહેશે તમામની નજર

જકાર્તા, એપ્રિલ મહિનામાં રમાયેલા ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, ત્યારે હવે તેઓનો આગામી પડકાર ઇન્ડોનેશિયામાં શરુ થઇ રહેલા એશિયન ગેમ્સ જોવા મળી રહ્યો છે. શનિવારથી ઇન્ડોનેશિયાના જકાર્તાના જીબીકે સ્ટેડિયમમાં થનારા ઉદ્ઘાટન સમારોહથી આ ગેમ્સની ઓપચારિક શરૂઆત થશે, જ્યારે રવિવારથી આ ગેમ્સની અન્ય ઇવેન્ટની શરૂઆત થશે. ચાર વર્ષ બાદ હવે આ એશિયન ગેમ્સમાં […]

Trending Sports
mainimg1524799827 એશિયન ગેમ્સ: ભારતના આ સ્ટાર ખેલાડીઓ પર રહેશે તમામની નજર

જકાર્તા,

એપ્રિલ મહિનામાં રમાયેલા ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, ત્યારે હવે તેઓનો આગામી પડકાર ઇન્ડોનેશિયામાં શરુ થઇ રહેલા એશિયન ગેમ્સ જોવા મળી રહ્યો છે.

શનિવારથી ઇન્ડોનેશિયાના જકાર્તાના જીબીકે સ્ટેડિયમમાં થનારા ઉદ્ઘાટન સમારોહથી આ ગેમ્સની ઓપચારિક શરૂઆત થશે, જ્યારે રવિવારથી આ ગેમ્સની અન્ય ઇવેન્ટની શરૂઆત થશે.

ચાર વર્ષ બાદ હવે આ એશિયન ગેમ્સમાં પણ ઉતરવા જઈ રહેલા ભારતના ૫૭૨ ખેલાડીઓ પહેલાની જેમ જ પોતાનું શાનદાર પ્રદર્શન વધુ એક બતાવશે એવી તમામ દેશવાસીઓ આશા રાખી રહ્યા છે.

મહત્વનું છે કે, આ ગેમ્સની શરૂઆત ૧૯૫૧માં નવી દિલ્હીથી થઇ હતી. આ પહેલા ૧૯૬૨માં જકાર્તામાં રમાયેલા એશિયન ગેમ્સની મેજબાની કરી ચુક્યું છે.

આ પહેલા ૧૯૬૨માં જકાર્તામાં રમાયેલા એશિયન ગેમ્સમાં ભારતે ૫૨ મેડલ જીત્યા જતા, જેમાં ૧૨ ગોલ્ડ, ૧૩ સિલ્વર અને ૨૭ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા હતા.

AP18102331997139 એશિયન ગેમ્સ: ભારતના આ સ્ટાર ખેલાડીઓ પર રહેશે તમામની નજર

ત્યારે હવે જકાર્તામાં રમનારા એશિયન ગેમ્સમાં તમામની નજર ભારતના આ ખેલાડીઓ પર છે :  

૧. કુશ્તી :

બજરંગ પુનિયા, સુશીલ કુમાર, વિનેશ ફોગાટ

 ૨. બેડમિન્ટન :

પી વી સિંધુ, સાઈના નેહવાલ, કે શ્રીકાંત

૩. શુટિંગ :

મનુ ભાકેર

૪. એથ્લેટિક :

હિના દાસ, નીરજ ચોપડા

 ૫. ટેનિસ :

રોહન બોપન્ના

 ૬. બોક્સિંગ :

શિવા થાપા, સોનિયા લાઠેર

૭. જિમ્નેસ્ટિક :

દીપા કર્માંકર

૮. ટેબલ ટેનિસ :

મનિકા બત્રા,

મહત્વનું છે કે, કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ, સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ જીતનારા મુખ્ય ૨૦ ખેલાડીઓના નામ આ એશિયન ગેમ્સમાંથી નથી.

 એશિયન ગેમ્સમાંથી બહાર રહેનારા મેડલ વિનર પ્લેયર્સ :

૧. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડીઓ : મેરી કોમ, જીતુ રાય, સચિન ચૌધરી, સંજીવ રાજપૂત, તેજસ્વિની સાવંત, વેંકટ રાહુલ, મીરાબાઈ ચાનુ, પૂનમ યાદવ, રાહલુ અવારે,

૨. કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારા ખેલાડીઓ : મેહુલ ઘોષ, પ્રદિપ સિંહ, ગુરુરાજા, બબીતા,

૩. કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારા ખેલાડીઓ : નવજીત ઢીલ્લ્ન, નમન તંવર, મનીષ કૌશિક, ઓમ મિઠરવાલ, દિપક લાથેર, સોમવીર