જાહેરાત/ રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને ઇન્જેક્શન મેળવવાની પદ્ધતિ કરી જાહેર

કોરોનાની સારવારમાં રેમડેસીવીર બાદ હવે મ્યુકોર માયકોસિસ ની સારવારમાં વપરાતા લીપોસોમોલ એમ્ફોટેરીસીન બી ઇન્જેક્શનની અછત અને કાળા બજારી અટકાવવા રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન

Gujarat Rajkot
remya mohan 1 રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને ઇન્જેક્શન મેળવવાની પદ્ધતિ કરી જાહેર

કોરોનાની સારવારમાં રેમડેસીવીર બાદ હવે મ્યુકોર માયકોસિસ ની સારવારમાં વપરાતા લીપોસોમોલ એમ્ફોટેરીસીન બી ઇન્જેક્શનની અછત અને કાળા બજારી અટકાવવા રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યા મુજબ, ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઇકોસિસના દર્દીઓને લીપોસોમોલ એમ્ફોટેરીસીન-બીના ઇન્જેક્શન મેળવવાની કાર્યવાહી દર્દીઓને સારવાર આપતી ખાનગી હોસ્પિટલ દ્વારા કરવાની રહેશે.

લીપોસોમોલ એમ્ફોટેરીસીન-બી ઇન્જેક્શન મેળવવા માટે હોસ્પિટલ દ્વારા ઇન્ડેક્ટ ફોર્મ તેમજ જરૂરી આધાર પુરાવા કુંડલીયા કોલેજ ખાતે રજૂ કરવાના રહેશે. જેની ચકાસણી તબીબી તજજ્ઞો સમિતિ દ્વારા કરવામાં આવશે. જે ચકાસણી બાદ સમિતિ દ્વારા હોસ્પિટલને ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવશે.

દર્દીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવી છે. જે હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે. જેમાં તંત્ર દ્વારા નિયમ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.

9499804038
9499806828
9499806486
9499801338
9499801383

sago str 19 રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને ઇન્જેક્શન મેળવવાની પદ્ધતિ કરી જાહેર