સુરત/ વિદ્યુત સહાયક કૌંભાડમાં જૂનાગઢનો નારણ મારૂ ઝડપાયો,વાંચો કેવી રીતે સંબંધીઓને પરીક્ષા પાસ કરાવતો

પરીક્ષાઓમાં કેટલાક પરીક્ષા કેન્દ્રના માલિકો ઉપરાંત કેટલીક કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ અને તેમના મળતીયાઓ સાથે કેટલાક એજન્ટોએ એકબીજાના આર્થિક લાભ માટે પરીક્ષામાં ઉમેદવારને ગેરરીતીથી પાસ કરાવવા માટે ઉમેદવારો પાસેથી પૈસા લઈ તેમને પરીક્ષામાં પાસ પાસ કરાવવામાં

Gujarat Surat Trending
Untitled 41 1 વિદ્યુત સહાયક કૌંભાડમાં જૂનાગઢનો નારણ મારૂ ઝડપાયો,વાંચો કેવી રીતે સંબંધીઓને પરીક્ષા પાસ કરાવતો

@અમિત રૂપાપરા 

વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ આચરી ઉમેદવારોને પરીક્ષા પાસ કરાવવાના કૌભાંડમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને વધુ એક આરોપીને પકડવામાં સફળતા મળી છે. અગાઉ 15 આરોપીની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યની વીજ કંપનીઓ DGVCL, MGVCL, PGVCL, UGVCL અને GSECLમાં વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટની 2,156 ભરતી માટે ભરતી પરીક્ષા યોજવામાં આવી હતી અને આ પરીક્ષા વડોદરા, રાજકોટ સુરત અને અમદાવાદના અલગ અલગ સેન્ટરમાં 9 ડિસેમ્બર 2020થી 6 જાન્યુઆરી 2021 દરમિયાન યોજવામાં આવી હતી.

જોકે આ પરીક્ષાઓમાં કેટલાક પરીક્ષા કેન્દ્રના માલિકો ઉપરાંત કેટલીક કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ અને તેમના મળતીયાઓ સાથે કેટલાક એજન્ટોએ એકબીજાના આર્થિક લાભ માટે પરીક્ષામાં ઉમેદવારને ગેરરીતીથી પાસ કરાવવા માટે ઉમેદવારો પાસેથી પૈસા લઈ તેમને પરીક્ષામાં પાસ પાસ કરાવવામાં આવ્યા હોવાની માહિતી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આ સમગ્ર કોભાંડનો પર્દાફાશ કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી અને અત્યાર સુધી આ ગુનામાં કુલ 15 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને આ ગુનામાં વધુ એક આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે. આ આરોપીનું નામ નારણ મારુ છે અને તે જુનાગઢ સરદારબાગનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાંથી કસ્ટડી મેળવી સુરત લાવવામાં આવ્યો છે.

આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટની ભરતીની ઓનલાઇન પરીક્ષામાં આરોપીએ પોતાના સગા-સંબંધીઓ તથા મિત્ર વર્તુળનો સંપર્ક કરી સહ આરોપીઓ મારફતે ઉમેદવારોને ઓનલાઇન પરીક્ષામાં બેસાડી ગેરરીતિથી ઉમેદવારોને પાસ કરાવ્યા હતા. આરોપીએ એક ઉમેદવાર દીઠ 13થી 14 લાખ રૂપિયા લઇ તેમને નોકરી પણ અપાવી હતી.

આ પણ વાંચો:આ બ્રિજ પરથી પસાર થાવ તો ટુ વ્હીલર લઈને જ નીકળજો

આ પણ વાંચો:સસરાએ દીકરીના છૂટાછેડા માટે માગ્યા 50 લાખ અને ફ્લેટ, જમાઈએ ના પાડતા સસરાએ સળગાવ્યું ઘર

આ પણ વાંચો:શાંત-સલામત સુરત શહેર અભિયાન હેઠળ પોલીસે અલગ અલગ વિસ્તારમાં જનભાગીદારીથી 15,920 લગાવ્યા CCTV

આ પણ વાંચો:6 વર્ષની બાળકીને થાપાના ભાગે ડામ આપનાર આરોપી સહિત 3ની ધરપકડ, જાણો શું કહ્યું પોલીસે…