ડાયમંડ સીટી/ શાંત-સલામત સુરત શહેર અભિયાન હેઠળ પોલીસે અલગ અલગ વિસ્તારમાં જનભાગીદારીથી 15,920 લગાવ્યા CCTV

સુરત સીટી ડાયમંડ અને ટેક્સટાઇલ સીટી તરીકે ઓળખાય છે. ત્યારે સુરત શહેરની વસ્તી પણ 80 લાખ આસપાસ છે. ત્યારે રોજબરોજ લાખો લોકોની અવરજવર સુરત શહેરમાં રહે છે.

Gujarat Surat Trending
CCTV

@અમિત રૂપાપરા 

સુરત સીટી ડાયમંડ અને ટેક્સટાઇલ સીટી તરીકે ઓળખાય છે. ત્યારે સુરત શહેરની વસ્તી પણ 80 લાખ આસપાસ છે. ત્યારે રોજબરોજ લાખો લોકોની અવરજવર સુરત શહેરમાં રહે છે. ત્યારે સુરતને વધુ સલામત રાખવા માટે સુરત પોલીસ દ્વારા જનભાગીદારીથી શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર CCTV કેમેરા લગાવવાનું એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે 15,920 જેટલા કેમેરાઓ જન ભાગીદારીથી લગાવ્યા છે. જો કે વર્ષ 2012માં 700 જેટલા CCTV કેમેરા સુરતમાં લગાવવામાં આવ્યા હતા અને તેનું મોનિટરિંગ પોલીસ કંટ્રોલ રૂમથી કરવામાં આવતું હતું અને હવે આ નવા જે 15,920 સીસીટીવી કેમેરા જનભાગીદારીથી શહેરમાં લાગ્યા છે તેને પણ પોલીસની સીસીટીવી લોકેશન એપ સાથે ઇન્ટીગ્રેટેડ કરવામાં આવ્યા છે.

શાંત અને સલામત સુરત શહેર મુહિમ અંતર્ગત સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ અટકાવવા તેમજ ગુનાઓને શોધવા માટેની એક મુહીમ પોલીસ દ્વારા ઉઠાવવામાં આવે છે. આ મુહિમ અંતર્ગત સુરત શહેર સેક્ટર 1 અને સેક્ટર 2 હેઠળ આવતા ઝોન 1થી 6ના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોસાયટી કારખાના, ઉદ્યોગો, ટેક્સટાઇલ માર્કેટ, શોપિંગ મોલ, દુકાન, પેટ્રોલ પંપ, પાર્કિંગ પ્લોટ, શૈક્ષણિક સંસ્થા અને બેંકો પર CCTV કેમેરા લોકોના સહકારથી પોલીસ દ્વારા લગાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સંસ્થાના ટ્રસ્ટીઓ, વેપારી તેમજ અલગ અલગ એસોસિએશન સાથે બેઠક કરી જન ભાગીદારીથી જાહેર રોડ વ્યુ આવે તે રીતે નાઈટ વિઝન સીસીટીવી કેમેરા લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સુરત શહેર પોલીસની જન ભાગીદારીની સાથે CCTV કેમેરા લગાવવાની આ ઝુંબેશ ખૂબ સફળ રહી છે.

સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં શોપિંગ મોલ, ટેક્સટાઇલ માર્કેટ, બેંકો, હીરા બજાર, શૈક્ષણિક સંસ્થા અને પાર્કિંગ પ્લોટ આમ અલગ અલગ જગ્યા ઉપર જન ભાગીદારીથી 15,920 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. અને આગામી દિવસોમાં 1,398 જેટલા કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. મહત્વની વાત છે કે આ તમામ સીસીટીવી કેમેરાને સુરત શહેર પોલીસના સીસીટીવી લોકેશન એપ સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે આ તમામ કેમેરાઓનો ઉપયોગ પોલીસ કરી શકશે.

મહત્વની વાત છે કે, આ નવા સીસીટીવી કેમેરાઓ પોલીસના CCTV નેટવર્કમાં ઉમેરાયા હોવાના કારણે શહેરના આંતરિક રસ્તાઓ પર પણ પોલીસ હવે સીસીટીવીથી નજર રાખી શકશે. શહેરમાં બનતા મિલકત સંબંધિત કે પછી અન્ય ગંભીર ગુનાઓના ડિટેકશનમાં ઉપરાંત આરોપીઓને પકડવા તેમજ વાહનની ઓળખ કરવા માટે આ કેમેરા પોલીસને મદદરૂપ થશે.

આ ઉપરાંત સુરત શહેરમાં ગુનાખોરી અને ગુનેગારોને નિયંત્રણમાં રાખવા માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ બાબતોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ નવા હિસ્ટ્રીશીટ ખોલવાની ઝુંબેશ મે 2013માં શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત કુલ 249 નવા હિસ્ત્રોશીટ ખોલવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને જેમાંથી 127 હિસ્ટ્રીશીટ ખોલવામાં આવી છે અને 122 હિસ્ટ્રીશીટ ખોલવાની કાર્યવાહી શરૂ છે.

આ પણ વાંચો:શ્રમ રોજગાર કચેરીનું બાળ મજૂરી નાબૂદી અભિયાન, દરોડા પાડી છોડાયા 7 બાળકો

આ પણ વાંચો:સુરતમાં એક જ પરિવારના ચાર લોકોએ પીધું ઝેર, માતા-પુત્રીનું મોત

આ પણ વાંચો:ક્રાઇમ બ્રાન્ચે યોજી એક અનોખી ડ્રાઇવ કે જેનાથી ભાગેડુ આરોપીઓમાં ફેલાયો….

આ પણ વાંચો:માંડવીની જીવાદોરી સમાન આમલી ડેમના તળિયા દેખાતા ખેડૂતોમાં ચિંતા