ધ્રાંગધ્રાના તાલુકા વિકાસ અધિકારીએ કચેરીમાં નાનામાં નાના કર્મચારીઓ જેમ કે, સફાઈ કામદારો, પટાવાળા, કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી, ઓપરેટરો તેમજ તલાટી કમ મંત્રી, ક્લાર્ક અને વિસ્તરણ અધિકારીઓને તિલક-ચોખા વડે સન્માનિત કરીને મીઠાઈનું પેકેટ આપ્યું હતું.

ધ્રાંગધ્રા ટીડીઓએ સ્ટાફ કર્મચારીઓની સરપ્રાઇઝ મીટીંગ ગોઠવી મીઠાઇ વહેંચી હતી. ધ્રાંગધ્રા તાલુકા વિકાસ અધિકારીએ કચેરીના તમામ કર્મચારીઓ જેમ કે, સફાઈ કામદારો, પટાવાળા, કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી, ઓપરેટરો તેમજ તલાટી કમ મંત્રી, ક્લાર્ક અને વિસ્તરણ અધિકારીઓને તિલક-ચોખા વડે સન્માનિત કરીને મીઠાઈનું પેકેટ આપી અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

હાલ દિવાળીના પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અધિકારી દ્વારા પોતાની ઓફિસના કર્મચારીઓ સાથે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. લોકોને મદદરૂપ થવાના ઉમદા હેતુથી ધ્રાંગધ્રા તાલુકા વિકાસ અધિકારી એસ.ડી.શાહ દ્વારા પોતાની કચેરીના તમામ કર્મચારીઓને મિટિંગના બહાને સરપ્રાઈઝ આપી તિલક કરી-ચોખા ચોંટાડી સન્માનિત કરીને મીઠાઈનું પેકેટ આપીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ધ્રાંગધ્રાના અધિકારી દ્વારા કરવામાં આવેલા આ કાર્યને સ્ટાફના લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી.
