વરસાદ/ રાજ્યના આગામી 24 કલાકમાં વરસી શકે છે આટલો વરસાદ : વરસાદની રાહ જોનાર માટે ખુશખબર

આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં સર્વત્ર વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે કેટલાક સ્થળો પર વરસાદ વરસતા લોકોમાં ખુશાલી જોવા મળી છે.

Top Stories Gujarat Others
વરસાદ

રાજયમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારમાં વરસાદ થી નદીઓ બે કાંઠે વહેવા લાગી છે તો હજી કેટલાક સ્થળો ઉપર વરસાદ ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં સર્વત્ર વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટાથી લઈને ધોધમાર વરસાદ વરસી ચુક્યો છે. ખેડૂતોએ વાવણી કરી હોવાથી વરસાદની રાહે હતા અને વરસાદ હાલ સમયસર વરસી રહ્યો હોવાથી ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે. જોકે કેટલાક સ્થળોએ તો વરસાદની શરૂઆત થતા જ રોડ ઉપર પાણી ફરી વળતા તંત્રની પોલ ખુલી ગઈ છે અને પ્રી મોન્સુન કામગીરીનાં નામે જે કરોડો રૂપિયાનું ધોવાણ કર્યું છે તેની  જાણ લોકોને થઇ ચુકી છે. અમાદાવાદ, સુરત અને વડોદરા વાસીઓ વરસાદની હજુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં મેધરાજાએ મહેર કરી દીધી છે. આમપણ સૌરાષ્ટ્ર વાસીઓ મેઘાની માણવામાં પાછીપાની કરતા નથી ત્યારે સીઝનનાં પહેલા વરસાદથી સૌરાષ્ટ્ર વાસીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

ચોમાસાને લઈને આ વર્ષે ખૂબ અને જુદી જુદી આગાહીઓ કરવામાં આવી હતી. ત્યારે વરસાદની શરૂઆત સારી રહેતા લોકો રાજી થઇ રહ્યા છે. 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે અન્ય 62 તાલુકામાં 1 ઇંચ વરસાદ થયો છે. 5 તાલુકામાં 1થી 2 ઇંચ વરસાદ વરસ્યો છે. માંગરોળ તાલુકામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ મહેમદાવાદમાં વરસ્યો છે. માણાવદર તાલુકામાં 2.5 ઇંચ અને તાલાળા તાલુકામાં 2 ઇંચ વરસાદ થયો છે. જો કે આગામી ચોવીસ કલાકમાં રાજ્યભરમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો : આખરે આતુરતાનો આવ્યો અંત,આજે નરેશ પટેલ સત્તાવાર રીતે રાજકારણ અંગેની જાહેરાત કરશે!