CWC બેઠક/ કોંગ્રેસ પાર્ટી સોનિયા ગાંધીના નેતૃત્વમાં જ આગળ વધશે,CWCની બેઠકમાં નિર્ણય

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નિરાશાજનક પ્રદર્શન પર રવિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી

Top Stories India
  • કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પૂર્ણ
  • પાંચ રાજ્યોમાં હારની સમીક્ષા કરાઈ
  • બેઠક બાદ સુરજેવાલાનું નિવેદન
  • ‘સોનિયા ગાંધીના નેતૃત્વમાં પક્ષ આગળ વધશે’
  • ‘પક્ષને સોનિયા ગાંધીના નેતૃત્વ પર ભરોસો’

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નિરાશાજનક પ્રદર્શન પર રવિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેની અધ્યક્ષતા પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કરી હતી. મળતી માહિતી મુજબ, બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાર્ટી સોનિયા ગાંધીના નેતૃત્વમાં આગળ વધશે.કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC), કોંગ્રેસની ટોચની નીતિ-નિર્માણ સંસ્થા, તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં પક્ષની હારના કારણો અને ભાવિ પગલાં અંગે રવિવારે અહીં ચર્ચા કરી હતી. સોનિયા ગાંધીએ CWCની બેઠકમાં રાજીનામું આપવાની ઓફર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં કોંગ્રેસ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જો પાર્ટીને લાગશે તો અમે ત્રણેય રાજીનામું આપવા તૈયાર છીએ.

ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યમાં કોંગ્રેસનો કારમો પરાજ્ય થતાં સત્વરે વર્કિંગ કમિટીની બેઠક સત્વરે બોલાવવમાં આવી હતી જેમાં  હારના કારણો સાથે અનેક મુદ્દા પર ચર્ચો થઇ હતી અને આગામી રણનીતિ કેવી હશે અને ક્યાં મુદ્દા સાથે ચૂંટણીમાં આગળ વધવામાં આવે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી, આ ઉપરાંત મહત્વની બાબત એ છે કે કોંગ્રેસ પાર્ટી સોનિયા ગાંધીના નેતૃત્વમાં જ આગળ વધશે તેવું નિવેદન કોંગ્રેસના નેતા સુરજેવાલે આપ્યું છે. પાર્ટીને સોનિયા ગાંધી પર વિશ્વાસ છે.