Ahmedabad News/ અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે સઘન કોમ્બિંગ, એક ઇસમની ધરપકડ

અમદાવાદ શહેરમાં સાતમી જુલાઈના રોજ રથયાત્રા હોવાથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જેસીપી, ડીસીપી, એસીપી સાહેબોના માર્ગદર્શનમાં દરરોજ મોડી રાત્રે અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાવે છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદ શહેરમાં સાતમી જુલાઈના રોજ રથયાત્રા હોવાથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જેસીપી, ડીસીપી, એસીપી સાહેબોના માર્ગદર્શનમાં દરરોજ મોડી રાત્રે અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાવે છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આવા જ સઘન કોમ્બિંગ ઓપરેશન દરમિયાન મોટી સફળતા મળી હતી. પોલીસને એક ઇસમ પાસેથી દેશી બનાવટની હાઈ ક્વોલિટી રિવોલ્વર મળી આવી હતી. આરોપીની પૂછપરછ ચાલુ છે. આરોપી તેની રિવોલ્વર માટે કારતૂસ શોધવા નીકળ્યો હતો અને તે વખતે તેના પર શંકાના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને રથયાત્રા પહેલા મહત્વની સફળતા મળી છે.

આ ઇસમ પાસેથી મળેલા શસ્ત્રના લીધે ચોંકી ઉઠેલી પોલીસ આગામી દિવસોમાં કોમ્બિંગ ઓપરેશન વધુને વધુ સઘન બનાવે તેમ મનાય છે. તેમા પણ ખાસ કરીને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ વધારે તીવ્ર બની શકે છે. તેના માટે પોલીસે તેના બાતમીદારોને સક્રિય કરી દીધા છે. તેથી જો નજીકના ભવિષ્યમાં અને રથયાત્રા પહેલા આવું કશું કંઈ પકડાય તો નવાઈ નહીં લાગે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર

આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ