Tech and Auto/ ભારતની સ્પેસ ટેક્નોલોજીમાં મોટી છલાંગ, ભારત હવે સ્પેસમાં પેટ્રોલ પંપ બનાવશે, દર મહિને રોકેટ લોન્ચ કરવાની પણ તૈયારી

ભારતનો સ્પેસ(Space)ની દુનિયામાં દબદબો.અવકાશમાં પેટ્રોલ પંપ, કચરો દૂર કરતા રોબોટ અને દવા બનાવતી સેટેલાઇટ પર કામ, PM મોદીએ 20 કંપનીઓ સાથે કરી ચર્ચા.

Breaking News Tech & Auto
space

Tech & Auto: ભારતનો સ્પેસ સેક્ટર હવે નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યો છે. સ્પેસ (Spaces)સ્ટાર્ટઅપ્સ અવકાશમાં સેટેલાઇટને ઇંધણ પૂરું પાડવાથી લઈને કચરો દૂર કરવા અને ઝીરો ગ્રેવિટીમાં દવા બનાવવાની ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 ઓગસ્ટે દેશના 20 સ્પેસ સ્ટાર્ટઅપ્સના સ્થાપકો સાથે ખાસ વાતચીત કરી હતી, જેનો વીડિયો 23 ઓગસ્ટે જાહેર કરવામાં આવ્યો.

ભારતનો સ્પેસ  (Space)સ્ટાર્ટઅપ્સમાં દબદબો

વાતચીત દરમિયાન વિવિધ કંપનીઓએ પોતાની મહત્વાકાંક્ષી યોજનાઓ વડાપ્રધાન (PM MODI)સમક્ષ રજૂ કરી હતી. પીએમ મોદીએ સ્ટાર્ટઅપ્સને ખાતરી આપી કે સરકાર જોખમ લેનારા ઉદ્યોગસાહસિકોનો સાથ આપશે અને દેશના સ્પેસ સેક્ટરને આગળ વધારવા માટે જરૂરી સહયોગ આપવામાં આવશે. આ બેઠકમાં રોકેટ લોન્ચિંગ, સેટેલાઇટ સર્વિસિંગ, સ્પેસમાં કચરો દૂર કરવો અને માઇક્રોગ્રેવિટીમાં દવા બનાવવી જેવી ભવિષ્યની ટેક્નોલોજી અંગે ચર્ચા થઈ હતી.

સ્કાયરૂટ દર મહિને રોકેટ લોન્ચ કરવાની તૈયારી

સ્કાયરૂટે વડાપ્રધાનને જણાવ્યું કે 18 જુલાઈએ ભારતના પ્રથમ પ્રાઇવેટ રોકેટ દ્વારા સેટેલાઇટ્સને સફળતાપૂર્વક ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. કંપનીએ અત્યાર સુધીમાં ત્રણ ફેક્ટરી તૈયાર કરી છે અને દર મહિને એક રોકેટ બનાવવાની ક્ષમતા વિકસાવી છે.

હવે કંપની દર મહિને એક રોકેટ લોન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આગામી તબક્કામાં દર અઠવાડિયે એક રોકેટ અને લાંબા ગાળે દરરોજ અનેક રોકેટ લોન્ચ કરવાની દિશામાં આગળ વધવાની યોજના છે. આ ક્ષમતા ભારતના વધતા સેટેલાઇટ લોન્ચ માર્કેટ માટે મહત્વપૂર્ણ બની શકે છે.

ભારતીય કંપનીઓ અવકાશમાં (Satellites) સેટેલાઇટ્સને ફરીથી ઇંધણ પૂરું પાડવાની ટેક્નોલોજી વિકસાવી રહી છે. આ વ્યવસ્થા સેટેલાઇટને ઓર્બિટમાંથી સમય પહેલાં નિવૃત્ત થવાથી બચાવી શકે છે.

અવકાશમાં વધતા કચરાને દૂર કરવા માટે પણ રોબોટિક સ્પેસક્રાફ્ટ બનાવવામાં આવી રહ્યું છે. આ રોબોટ મૃત અથવા ઉપયોગમાં ન રહેલા સેટેલાઇટ્સને પકડીને તેમની ઓર્બિટ બદલવામાં મદદ કરશે. ભવિષ્યમાં વધતા સ્પેસ ડેબ્રિસને કારણે થનારા જોખમને ઘટાડવામાં આ ટેક્નોલોજી મહત્વપૂર્ણ બની શકે છે.

ઝીરો ગ્રેવિટીમાં દવા બનાવવાની ટેક્નોલોજી

ભારતીય સ્ટાર્ટઅપ્સ અવકાશમાં દવા અને પ્રોટીન બનાવવાની ટેક્નોલોજી પર પણ કામ કરી રહ્યા છે. પૃથ્વી પર ગુરુત્વાકર્ષણના કારણે કેટલાક રસાયણો અને પ્રોટીનના મિશ્રણમાં મર્યાદાઓ આવે છે. અવકાશમાં માઇક્રોગ્રેવિટી પરિસ્થિતિમાં આવા પદાર્થોને વધુ નિયંત્રિત રીતે પ્રોસેસ કરવાની શક્યતા રહે છે. આ કારણે કેટલીક કંપનીઓ ભવિષ્યમાં ઓર્બિટમાં દવા બનાવવાની અને તેને પૃથ્વી પર લાવવાની યોજના બનાવી રહી છે.

ભારતના સ્પેસ સેક્ટર માટે મોટો અવસર

આ તમામ પ્રયાસો ભારતને માત્ર રોકેટ લોન્ચિંગ સુધી મર્યાદિત રાખવાને બદલે સમગ્ર સ્પેસ ઇકોસિસ્ટમમાં મજબૂત સ્થાન અપાવી શકે છે. સેટેલાઇટ રિફ્યુઅલિંગ (Satellite Refueling), ઓર્બિટલ સર્વિસિંગ, સ્પેસ ડેબ્રિસ મેનેજમેન્ટ અને માઇક્રોગ્રેવિટી મેન્યુફેક્ચરિંગ જેવી સેવાઓ ભવિષ્યમાં વૈશ્વિક બજારમાં મોટી તક ઊભી કરી શકે છે.

PM મોદી સાથેની બેઠકમાં સામે આવેલી યોજનાઓ દર્શાવે છે કે ભારતના ખાનગી સ્પેસ ક્ષેત્ર (Private space sector)માં હવે માત્ર રોકેટ બનાવવાની જ નહીં, પરંતુ અવકાશમાં નવી સેવાઓ અને ટેક્નોલોજી વિકસાવવાની દિશામાં પણ ઝડપથી કામ થઈ રહ્યું છે.


આ પણ વાંચો: સેક્ટરમાં ભારત અને અમેરિકાના સંયુક્ત સાહસ માટે જબરજસ્ત

આ પણ વાંચો:PM મોદીએ ‘મન કી બાત’માં કહ્યું, ‘સ્પેસ સેક્ટરમાં સુધારાથી યુવાનોને ઘણો ફાયદો થશે’

આ પણ વાંચો:સ્પેસ સેક્ટરમાં આજથી નવા યુગની શરૂઆત, દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ લોન્ચ થશે