Vadodadra News: શહેરના નવાયાર્ડ વિસ્તારમાં બેંક લોન અને સરકારી સબસિડી અપાવવાની લાલચ (Loan Fraud Vadodara) આપીને નાસ્તાની લારી ચલાવતા વેપારી સહિત 7 લોકો સાથે કુલ રૂ. 3.61 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ સામે આવી છે. આરોપીએ લોકોને 4 લાખ રૂપિયાની લોન અને 30 ટકા સરકારી સબસિડી અપાવવાની ખાતરી આપી હતી. વિશ્વાસ કેળવ્યા બાદ તેણે રોકડ રકમ, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અને મોંઘો મોબાઈલ મેળવી લીધો હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.
Loan Fraud Vadodara: નાસ્તાની લારી પર મિત્રતા કેળવી
નવાયાર્ડ (Nawayard Fraud )નાકા પાસે કુંજ એવન્યુ નીચે છેલ્લા 12 વર્ષથી નાસ્તાની લારી ચલાવતા સંદીપભાઈ પ્રજાપતિ સાથે આરોપી નિલેશ ચંદુ પટેલ અવારનવાર નાસ્તો કરવા આવવાના બહાને સંપર્કમાં આવ્યો હતો. ધીમે-ધીમે બંને વચ્ચે મિત્રતા કેળવાયા બાદ આરોપીએ પોતે બેંકમાંથી સરળતાથી લોન અપાવી શકતો હોવાનો દાવો કર્યો હતો. તેણે રાજપીપળામાં પોતાની માલિકીની જમીન હોવાનું જણાવી લોન માટે સિક્યુરિટી તરીકે જમીન આપવાની વાત કરી ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો.
4 લાખની લોન અને 30% સબસિડીની લાલચ
આરોપીએ સંદીપને રૂ. 4 લાખની લોન અને 30 ટકા સબસિડી (Subsidy Fraud) અપાવવાની ખાતરી આપી હતી. લોનની પ્રક્રિયા માટે પ્રોસેસિંગ ફી અને એડવાન્સના નામે તેણે ફરિયાદી પાસેથી અલગ-અલગ સમયે કુલ રૂ. 84 હજાર રોકડ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. લોન અને સબસિડી મળશે તેવી આશામાં ફરિયાદીએ આરોપીને રકમ આપતી રહી હતી.
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રકમ ઉપાડી
ફરિયાદ મુજબ આરોપીએ ત્યારબાદ સંદીપનું HDFC બેંકનું ક્રેડિટ કાર્ડ પણ મેળવી લીધું હતું. આ કાર્ડમાંથી તેણે રૂ. 20 હજાર અને રૂ. 27 હજારનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત આરોપીએ રૂ. 82,900ની કિંમતનો iPhone 17 પણ ખરીદાવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ 12 ફેબ્રુઆરીના રોજ આ જ ક્રેડિટ કાર્ડમાંથી વધુ રૂ. 10 હજારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અન્ય 6 લોકોને પણ લોનની લાલચ આપી
પોલીસ ફરિયાદ મુજબ આરોપીએ માત્ર સંદીપને જ નહીં પરંતુ અન્ય 6 લોકોને પણ લોન અપાવવાની લાલચ આપી તેમની પાસેથી રકમ મેળવી હતી. આ 6 લોકો પાસેથી કુલ રૂ. 1,94,400 પડાવ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. ફરિયાદી અને અન્ય સાહેદો પાસેથી મળીને આરોપીએ કુલ રૂ. 3,61,300ની રકમ મેળવી હોવાનું સામે આવ્યું છે.
લોકો પાસેથી રકમ અને (Bank Loan Fraud) અન્ય વસ્તુઓ મેળવ્યા બાદ આરોપી અચાનક ગાયબ થઈ ગયો હતો. તેનો મોબાઈલ ફોન સતત બંધ આવતો હતો. ત્યારબાદ તપાસ કરતાં આરોપી જે ભાડાના મકાનમાં રહેતો હતો તે પણ ખાલી કરીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. ભોગ બનનારાઓ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેનો પત્તો ન લાગતાં અંતે સંદીપ પ્રજાપતિએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફતેગંજ પોલીસે તપાસ શરૂ કરી
ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપી નિલેશ પટેલને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસ દ્વારા આરોપીએ અન્ય કેટલા લોકોને આવી જ રીતે નિશાન બનાવ્યા છે, લોન અને સબસિડીના નામે મેળવેલી રકમનો ઉપયોગ ક્યાં કર્યો છે..તે અંગે વધુ તપાસ હાથ ધરી.
આ પણ વાંચો: તળાજાના મથાવડામાં તળાવમાં ડૂબી 2 યુવાનોના મોત, 2ને સ્થાનિકોએ બચાવ્યા
આ પણ વાંચો: પશ્ચિમ કચ્છ SOGનો મોટો સપાટો! રૂ.37 લાખનું 185 ગ્રામ હેરોઈન ઝડપાયું, પંજાબના શખ્સની ધરપકડ
આ પણ વાંચો: જામનગરમાં નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ! હરિપર ગામમાંથી 7,150 લિટર શંકાસ્પદ દૂધ ઝડપાયું
