Bhavnagar News: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મથાવડા ગામમાં તળાવમાં નાહવા ગયેલા ચાર યુવાનો સાથે દુઃખદ અકસ્માત (Mathavada Lake Accident) સર્જાયો હતો. નાહતી વખતે પાણીના ઊંડાણનો અંદાજ ન રહેતાં ચારેય યુવાનો ડૂબવા લાગ્યા હતા. ઘટનામાં બે યુવાનોના મોત થયા છે, જ્યારે સ્થાનિકોએ સમયસૂચકતા દાખવી અન્ય બે યુવાનોને પાણીમાંથી સલામત બહાર કાઢી લીધા હતા.
Mathavada Lake Accident: નાહવા ગયા હતા ચાર યુવાનો
મળતી માહિતી મુજબ મથાવડા ગામના ચાર યુવાનો ગામના તળાવમાં નાહવા માટે ગયા હતા. નાહતી વખતે અચાનક તેઓ તળાવના ઊંડા પાણીમાં જતા રહ્યા હતા અને મદદ માટે બૂમો પાડવા (Talaja Lake Accident) લાગ્યા હતા.યુવાનોની બૂમો સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સ્થાનિકોએ બે યુવાનોને બચાવ્યા
સ્થાનિક લોકોએ સમયસૂચકતા અને હિંમત દાખવીને પાણીમાં ઉતરીને બે યુવાનોને બહાર કાઢી લીધા હતા. સમયસર મદદ મળતાં બંને યુવાનોનો જીવ બચી ગયો હતો.જોકે અન્ય બે યુવાનો પાણીના ઊંડાણમાં ગરકાવ (Drowning) થઈ ગયા હતા અને તેમની શોધખોળ માટે તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કલાકોની શોધખોળ બાદ બંનેના મૃતદેહ મળ્યા
બનાવની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓએ તળાવમાં શોધખોળ શરૂ કરી હતી. કલાકો સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ બંને યુવાનોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.મૃતદેહોને જરૂરી કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ માટે તળાજા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
18 અને 22 વર્ષના યુવાનોના મોત
આ દુઃખદ ઘટનામાં 18 વર્ષીય તુષાર ગંભીર શિયાળ અને 22 વર્ષીય મિલન ગોવિંદ શિયાળના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતક મિલન શિયાળ ભાવનગરના પૂર્વ સાંસદ ભારતી શિયાળના પરિવારનો યુવાન હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
એકસાથે બે યુવાનોના મોતની ઘટનાથી મથાવડા ગામમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થયા હતા. પાણીના ઊંડાણનો અંદાજ ન રહેતા બનેલી આ ઘટનાએ ફરી એકવાર તળાવ અને અન્ય જળાશયોમાં નાહવા જતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત સામે લાવી છે.
આ પણ વાંચો: પશ્ચિમ કચ્છ SOGનો મોટો સપાટો! રૂ.37 લાખનું 185 ગ્રામ હેરોઈન ઝડપાયું, પંજાબના શખ્સની ધરપકડ
આ પણ વાંચો: જામનગરમાં નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ! હરિપર ગામમાંથી 7,150 લિટર શંકાસ્પદ દૂધ ઝડપાયું
આ પણ વાંચો: ખેડૂતોને 20% ડિવિડન્ડ, કર્મચારીઓની નિવૃત્તિ વય 60 વર્ષ! ગુજકોમાસોલની AGMમાં મોટા એલાન
