સુરત જિલ્લા જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલ માંડવી Amli dam તાલુકા માટે જીવાદોરી આમલી ડેમના તળિયા દેખાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.ડેમની હાલની સપાટી 1.5 એમસીએલ છે.ત્યારે વરસાદ પાછો ખેંચાય તો 13 જેટલા ગામોમાં સિંચાઈના પાણીની અછત ઉભી થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે
માંડવી તાલુકામાં ત્રણ મહત્વના ડેમો પૈકી આમલી ડેમ ગત ચોમાસા દરમિયાન 100 ટકા ભરાયો હતો.જોકે,હાલ જૂન માસમાં ડેમની સપાટી 1.25 MCL સાથે ડેથ સ્ટોરેજ કેપિસીટી ઉપર પહોંચી છે.ચોમાસુ લેટ શરૂ થાય તો 13 જેટલા ગામોમાં પાણીની સિંચાઈની ગંભીર સ્થિતિ સર્જાય તેવી શક્યતા રહેલી છે.
ડેમની સ્થળ પર હાજર નાયબ કાર્યપાલક ઈજનેરAmli dam પ્રશાંત ભારતીએ જણાવ્યું હતું કે,”આમલી ડેમ છેલ્લા ચાર વર્ષ દરમિયાન ઉંમરપાડા વિસ્તારમાં પડતાં ભારે વરસાદને લીધે છલોછલ ભરાય જાય છે.ચોમાસા પહેલા ડેમમાં પાણી ઓછું રહે છે.ગત વર્ષે ડેમમાં 39 એમસીએલ પણી ભરાયું હતું. ડેમ 100 ટકા ભરાઈ ગયો હતો. હાલ ડેમમાં 1.25 એમસીએલ જ પાણીનો જથ્થો છે.એટલે કે ડેથ સ્ટોરેજ કેપેસિટી ઉપર પાણીની સપાટી જોવા મળી રહી છે.આ પાણી હાલ પીવાના તેમજ પશુના ઉપયોગ માટે રાખવામાં આવ્યું છે.”

આમ તો આમલીડેમ થકી 30 જેટલા ગામોની 3500 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે અને આ ડેમમાંથી છોડવામાં આવતુ પાણી ગોડધા ડેમમાં પાણી આવે છે. કાકરાપાર ડેમમાંથી પાણી લીફ્ટ કરી પહોંચાડવામાં આવતું હોવાથી 20 જેટલા ગામો માટે સિંચાઈની વ્યવસ્થા છે.પરંતુ આમલીડેમ અને ગોડધા ડેમ વચ્ચે આવતાં 10 ગામોના ખેડૂતો માટે પાણીની વિકટ સ્થિતિ થાય તેમ છે.
જો ચોમાસું શરૂ થવામાં વિલંબ થાય તો આ ડેમમાં Amli dam પાણી માટે તકલીફ ઊભી થશે એ હકીકત છે.આમલી ડેમમાં આ 10 ગામ ઉપરાંત ડેમના કેચમેન્ટ એરિયા વિસ્તારના પીપલવાડા અને ખાતરાદેવી સહિતના ગામોને પણ પાણીની સમસ્યા થશે.ચોમાસુ સમયસર શરૂ થાય તો મોટી સમસ્યા અટકી જશે.પરંતુ વરસાદ જો રિસામણા કરશે તો વિકટ સ્થિતિ સર્જાશે.આમલી ડેમની ઉંચાઇ 101 મીટર છે.જેમાં 38 એમસીએલ પાણી સ્ટોરેજ થાય છે.આમલી ડેમમાં છેલ્લા ત્રણ વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું.જોકે, ચાલુ વર્ષે ડેમમાં ઓછુ પાણી છે તેથી સિંચાઈ માટે અગવડ ઊભી થાય તેમ છે.આમ તો હવે કૂદરત પર આશા છે.વરસાદ જલદી પડે તો રાહત થાય તેમ છે.
ઉલ્લેખનીય છે કે 4 વર્ષ અગાઉ આમલીડેમમાં પાણીની Amli dam આવક નહિ થતા આમલીડેમ ભરાયો ન હતો. જેને લઈ તે સમયે 30 જેટલા ગામોને પીવા,સિંચાઈ અને પશુપાલકોને પાણીની સમસ્યા સર્જાઈ હતી.જો કે આ વખતે ગોડધાડેમ તેમજ લાખી ડેમમાં કાકરાપારમાંથી લિફ્ટ કરી બન્ને ડેમો ને ભરવામાં આવ્યા છે. જેના લઈ 20 જેટલા ગામો ને હાલ પાણીની કોઈ સમસ્યા નથી પરંતુ આમલીડેમ પર નિર્ધારિત 10 જેટલા ગામોના ખેડૂતો હાલ ચિંતામાં છે.
આ પણ વાંચોઃ પ્રીમોનસૂન પ્લાનની સમીક્ષા/ સીએમ ભુપેન્દ્ર પટેલે આઠ મહાનગરોએ તૈયાર કરેલા પ્રિ-મોન્સુન એક્શન પ્લાનની સર્વગ્રાહી સમીક્ષા કરી
આ પણ વાંચોઃ નવી દિલ્હી/ દવાઓની કિંમત ઘટાડવા માટે મોદી સરકારે ઉઠાવ્યું આ મોટું પગલું, હવે દરેક ગામમાં મળશે સસ્તી દવાઓ
આ પણ વાંચોઃ વિવાદ/ ઔરંગઝેબ-ટિપુ સુલ્તાનની પોસ્ટને લઈને મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં તણાવ
