Gujarat News/ ડાંગમાં કાર ખાપરી નદીમાં ખાબકી, અધિક કલેક્ટર સહિત બેના મોત

Dang Road Accident: ડાંગના આહવા–વઘઈ રોડ પર કાર ખાપરી નદીમાં ખાબકતાં અધિક કલેક્ટર સંદીપ એન. ડામોર અને શૈલેષ ડી. ગરાસિયાનાં મોત થયાં છે. નાયબ મામલતદાર સોનુ બી. બારિયા ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Top Stories Gujarat
Dang Road Accident: 35 ફૂટ નીચે ખાપરી નદીમાં ખાબકી કાર

Dang News: ડાંગ જિલ્લામાં આહવા, વઘઈ રોડ પર વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત (Dang Road Accident) સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલી એક કારના ચાલકે કાબૂ ગુમાવતાં કાર પુલની રેલિંગ તોડીને ખાપરી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અધિક કલેક્ટર સહિત બે વ્યક્તિઓનાં મોત થયાં છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે.

રેલિંગ તોડીને 35 ફૂટ નીચે નદીમાં ખાબકી કાર

મળતી માહિતી અનુસાર, આહવા (Ahwa Accident News), વઘઈ રોડ પરથી પસાર થતી કાર અચાનક અનિયંત્રિત થઈ હતી. ત્યારબાદ કાર પુલની રેલિંગ સાથે અથડાઈને તેને તોડતી આશરે 35 ફૂટ નીચે ખાપરી નદીમાં (Khapri River Accident) પડી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

Dang Road Accident: 35 ફૂટ નીચે ખાપરી નદીમાં ખાબકી કાર
Dang Road Accident: 35 ફૂટ નીચે ખાપરી નદીમાં ખાબકી કાર

અધિક કલેક્ટર સહિત બે વ્યક્તિઓનાં મોત

આ અકસ્માતમાં કારમાં સવાર સંદીપ એન. ડામોર (Sandeep N Damor), જેઓ અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા, અને શૈલેષ ડી. ગરાસિયાનું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર નાયબ મામલતદાર સોનુ બી. બારિયા (Sonu B Baria)નો બચાવ થયો હતો, પરંતુ તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ક્રેનની મદદથી કાર બહાર કાઢવામાં આવી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ખાપરી નદીમાં ખાબકેલી કારને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. ભારે નુકસાન પામેલી કારને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

આ અકસ્માતને પગલે વિસ્તારમાં દુઃખની લાગણી ફેલાઈ છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને કારચાલકે કાબૂ કેવી રીતે ગુમાવ્યો તે અંગેની વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.


આ પણ વાંચો: વડોદરામાં અકસ્માત બાદ કારચાલક ફરાર! માતા-પુત્રી સવાર એક્ટિવાને જોરદાર ટક્કર

આ પણ વાંચો: ભાવનગરમાં ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત, 6નાં મોત

આ પણ વાંચો: Nushrratt Bharuccha Accident બાલી અકસ્માત બાદ કરોડરજ્જુમાં ગંભીર ઈજા, એર એમ્બ્યુલન્સથી મુંબઈ લવાશે