દાહોદ/ શ્રમ રોજગાર કચેરીનું બાળ મજૂરી નાબૂદી અભિયાન, દરોડા પાડી છોડાયા 7 બાળકો

છાપરીની શ્રમ રોજગાર અધિકારીની ટાસ્ક ફોર્સે સ્ટેશન રોડની હોટલમાંથી બાળ મજૂરોને ઝડપી બાળ કલ્યાણ સમિતીએ હોટલ માલિક સામે કાર્યવાહી કરી.

Gujarat Others
Untitled 31 6 શ્રમ રોજગાર કચેરીનું બાળ મજૂરી નાબૂદી અભિયાન, દરોડા પાડી છોડાયા 7 બાળકો

દાહોદ જિલ્લામાં શ્રમ રોજગાર કચેરી દ્વારા ટાસ્ક ફોર્સનું ગઠન કરી બાળ મજુરી નાબૂદી અંગેનું એક અભિયાન ચલાવવામાં આવ્યું છે જે અભિયાન અંતર્ગત ટાસ્ક ફોર્સ ગઈકાલે દાહોદ શહેરના રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી ખાણીપીણીની રેસ્ટોરન્ટમાં ઓચિંતો દરોડો પાડતા દરોડા દરમિયાન સાત જેટલા બાળ મજૂરો મળી આવતા આ તમામ બાળ મજૂરોને બાળ કલ્યાણ સમિતિ ખાતે લઈ જવામાં આવ્યા હતા તેમજ તેમના વાલી વારસોને બોલાવી દસ્તાવેજ અંગેની ખરાઈ કર્યા બાદ તેઓના બાળકોને પુનઃ બાળ મજૂરીએ ન મોકલવાની શરતે પુનઃસ્થાપન માટે ઘરે મોકલવામાં આવ્યા હતા એકજ હોટલમાંથી પકડાયેલા સાત બાળમજૂરો પૈકી ત્રણ બનાસકાંઠાના એક રાજસ્થાનનો એક નેપાલનો અને બે દાહોદ જિલ્લાના મળી સાત જેટલા બાળ મજૂરોને નોકરી પર રાખનાર હોટલ માલિક તેમજ આ બાળ મજૂરોને મજૂરીએ લાવનાર મુકદ્દામ વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર આદિવાસી બાહુલય ધરાવતા તેમજ પછાત વિસ્તાર તરીકે ગણાતા દાહોદ જિલ્લામાં બાળમજૂરીનું દુષણ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલું છે પરિવારોની આર્થિક સંકળામણ નાના અને ગરીબ પરિવારોમાંથી આવતા પરિવારોના નાના બાળકો ભણવાની ઉંમરે બાળ મજુરી કરવા મજબૂર બન્યા છે પરિવારની આર્થિક પરિસ્થિતિ તેમજ તેમના મા-બાપને આર્થિક રીતે મદદરૂપ કરવા માટે નાના બાળકો ભણતર છોડી બાળ મજૂરીમાં જોતરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે તેમજ કેટલાય બાળ મજૂરોના માતા-પિતાનું છત્ર ગુમાવતા મજબૂરી વશ મજૂરીમાં જોતરાઈ ગયા હોવાનું પણ દેખાઈ રહ્યું છે પરંતુ બાળમજૂરી એ ગુનો છે અને આ બાળ મજુરીની બદીને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓની શ્રમ રોજગાર અધિકારીની કચેરીમાં કાર્યવાહી કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યા છે જેના અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ શ્રમ રોજગાર અધિકારીની અધ્યક્ષતામાં બાળમજૂરી નાબૂદી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

જેમાં ટાસ્ક ફોર્સનું ગઠણ કરી જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ચેકિંગ હાથ ધરવા માટે નિર્દેશો કરવામાં આવ્યા છે ત્યારે ગઈકાલે ટાસ્ક ફોર્સ દ્વારા દાહોદ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી કાન્હા રેસ્ટોરેન્ટમાં ઓચિંતો દરોડો પાડી સાત જેટલા બાળ મજૂરોને ઝડપી લીધા હતા આ પકડાયેલા બાળ મજૂરો કે જેઓ નાની ઉંમર ધરાવતા હોય તેવા બાળ મજૂરો જેમાંથી કિસન સોમાભાઈ નીનામા અને અનિલ સોમાભાઈ નીનામા આ બંને રહેવાસી ખરોડ પ્રવીણ વીરારામ સિસોદિયા રહેવાસી પાલલી રાજસ્થાન તેમજ હિંમત રાજુભાઈ બીલવાલ રહેવાસી દેલસર ગલાલીયાવાડ સહિતના બાળ મજૂરોને પકડી બાળ કલ્યાણ સમિતિની કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા તેમજ એમના વાલી વારસોને જાણ કરી અત્રેની કચેરીમાં બોલાવવામાં આવ્યા હતા.

દાહોદ જિલ્લાના ત્રણ પકડાયેલા બાળ મજૂરોને તેમના વાલી વારસોની હાજરીમાં ડોક્યુમેન્ટની વેરિફિકેશન કર્યા બાદ પુનઃ બાળ મજૂરી ન કરવાની શરતે પુનઃસ્થાપન માટે મોકલવામાં આવ્યા હતા અને અન્ય ચાર લોકોના વાલી વારસોને જાણ કરવામાં આવી હતી ત્યારે ઉપરોક્ત પકડાયેલા સાત બાળ મજૂરો પૈકી કેટલાક બાળ મજૂરોના પિતા હયાત નથી પિતા છે તો માતા હયાત નથી. માતા છે તો પિતા હયાત નથી અથવા જેમના માતા પીતા છે તો એ કોઈને કોઈ બીમારીમાં સંકળાયેલા હોય અને તેને લઈને પરિવારો આર્થિક સંકળામણ માંથી પસાર થઈ રહ્યા હોવાથી આ બાળ મજૂરો રમવા અને ભણવાની ઉંમરે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે બાળમજૂરી માટે આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું હાલતો બાળ કલ્યાણ સમિતિ દ્વારા ઉપરોક્ત બાળકોની જરૂરી કાર્યવાહી તારીખ 7 મી જૂનના રોજ હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ બાળકો પાસે મજૂરી કરાવનાર હોટલ માલિક તેમજ આ બાળ મજૂરોને મજૂરી કરવા લાવનાર મુકદ્દમ વિરુદ્ધ પણ કાર્યવાહી બાળ કલ્યાણ સમિતિ દ્રારા હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો:સુરતમાં એક જ પરિવારના ચાર લોકોએ પીધું ઝેર, માતા-પુત્રીનું મોત

આ પણ વાંચો:ક્રાઇમ બ્રાન્ચે યોજી એક અનોખી ડ્રાઇવ કે જેનાથી ભાગેડુ આરોપીઓમાં ફેલાયો….

આ પણ વાંચો:સુરતમાં વધ્યા હાર્ટ એટેક કેસ, એક જ સોસાયટીના બે લોકોએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો:સ્માર્ટ સિટી કહેવાતા સુરતમાં મહિલાઓને પીવાના પાણી માટે પણ કરવો પડે છે વિરોધ

આ પણ વાંચો:ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા યુવકે શરૂ કર્યું MD ડ્રગ્સનું વેચાણ, પોલીસે ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો