Ahmedabad/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોડી સાંજે ગુજરાત આવશે. વડાપ્રધાન મોદી 9.30 કલાકે અમદાવાદ એરપોર્ટ…….

Top Stories Ahmedabad Gujarat
Image 2024 05 06T112903.227 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવશે

Gujarat News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોડી સાંજે ગુજરાત આવશે. વડાપ્રધાન મોદી 9.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે. તેમજ રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. આવતીકાલે સવારે રાણીપ ખાતે મતદાન કરશે. તેમાં સવારે 7.30 કલાકે મતદાન કરી રવાના થશે.

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરશે. તેમાં અમિત શાહ મતદાન પહેલા કામેશ્વર મહાદેવના દર્શન કરશે. જેમાં અમિત શાહ સહપરિવાર સાથે નારણપુરામાં મતદાન કરશે. હેરિટેજ થીમ પર નારણપુરા મતદાન મથકને તૈયાર કરવામાં આવ્યો છે. નારણપુરા મતદાન મથક પર હેલ્થ ટીમ, પાણી, વ્હિલચેર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતમાં 7 મી એપ્રિલે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા સવિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં લઈને લશ્કરી દળોની વધુ 30 કંપનીઓ ખડકાઈ છે. ગુજરાતમાં 225 કંપનીઓની માંગણી સામે કુલ 210 કંપનીઓ ચૂંટણી માટે રાજ્યને આપવામાં આવી છે. સંવેદનશીલ મતદાન મથકોની બહાર આર્મીના ચાર સશસ્ત્ર જવાનો મૂકાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:છોટાઉદેપુરમાં થયેલા અકસ્માતમાં ત્રણના મોત

આ પણ વાંચો:મતદાન વધારવાના અવનવા પ્રયાસ, મતનું નિશાન બતાવનારને ડિસ્કાઉન્ટ

આ પણ વાંચો:આજે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે

આ પણ વાંચો:વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ