LION/ ઉનાનાં ઉમેજ ગામમાં સિંહ પરીવારના આંટાફેરા, બે પશુનું કર્યું મારણ…

ગામમાં આવેલ બાપા સીતારામ વિસ્તારમાં રહેતા જામભાઇ હમીરભાઇ વાળાના ફળીયામાં ખીલે બાંધેલ બળદ ઉપર હુમલો કરી ઇજા પહોચાડી હતી. આ ઉપરાંત ગામના ખારા વાડી વિસ્તારમાં રહેતા

Top Stories Gujarat Others
WhatsApp Image 2020 12 31 at 9.06.38 PM ઉનાનાં ઉમેજ ગામમાં સિંહ પરીવારના આંટાફેરા, બે પશુનું કર્યું મારણ...

 ગીરગઢડાના નાના સમઢિયાળા ગામે બે સાવજોએ ચાર પશુના મારણ કર્યું તો સાથે સાથે ઊનાના ઉમેજ ગામમાં તેમજ વાડી વિસ્તારમાં વન્યપ્રાણી સિંહ અવાર નવાર આંટાફેરા કરતા જોવા મળતા હોય છે. ત્યારે ગત મોડી રાત્રીના સાડા ત્રણ વાગ્યાની આસપાસ પાંચ સિંહ પરીવાર એક સાથે ગામના રહેણાક વિસ્તારમાં આંટાફેરા કરતા હોવાની સમગ્ર ધટના ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં રહેતા વલકુભા જીલુભા ગોહીલના મકાન પર સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હતા.

WhatsApp Image 2020 12 31 at 9.06.39 PM ઉનાનાં ઉમેજ ગામમાં સિંહ પરીવારના આંટાફેરા, બે પશુનું કર્યું મારણ...

ગામમાં આવેલ બાપા સીતારામ વિસ્તારમાં રહેતા જામભાઇ હમીરભાઇ વાળાના ફળીયામાં ખીલે બાંધેલ બળદ ઉપર હુમલો કરી ઇજા પહોચાડી હતી. આ ઉપરાંત ગામના ખારા વાડી વિસ્તારમાં રહેતા ગીગુભાઇ ધીરૂભાઇ ખસીયાની માલીકીની એક ગાય તેમજ વાછરડાનું મારણ કરેલ હતું. આમ એક સાથે પાંચ સિંહોના આંટાફેરાથી પશુઓમાં અફડા તફડી મચી ગયેલ હતો. જોકે ગામમાં રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડતા લોકોમાં ભયનો માહોલ જોવો મળી રહ્યો હતો.

WhatsApp Image 2020 12 31 at 9.06.38 PM ઉનાનાં ઉમેજ ગામમાં સિંહ પરીવારના આંટાફેરા, બે પશુનું કર્યું મારણ...

ગીરગઢડાના નાના સમઢિયાળા ગામે વહેલી સવારે સાડા ચાર વાગ્યે બે સાવજો આવી ચડ્યા હતા. અને રાવત સિંહજીલુભા ખસિયાની માલીકીની ગાય પર હુમલો કરી મારણની મિજબાની માણી હોય ગાય બે થી ત્રણ દિવસમાં વયાવાની હોય તેનું સિંહે મારણ કરતા માલીકે આ બાબતને જાણ વનવિભાગને કરી હતી. અને ગામમાં સિંહોએ અન્ય ત્રણ વાછરડાનું મારણ કરેલ હોય આમ એકજ રાતમાં ચાર મુંગા પશુઓના મારણ કરતા ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ અંગે વનવિભાગને તમામ વિગતો મેળવી હતી. અને આ વન્યપ્રાણીને દૂર ખસેડવા ગામ લોકોની માંગણી ઉઠવા પામેલ છે…રીપોટર .કાર્તિક વાજા ઊના

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…