સાચવજો/ દિવાળી બાદ આવી શકે છે કોરોનાની નવી લહેર, ચીનના શહેરોમાં લાગ્યા લોકડાઉન

નિષ્ણાંતો જણાવે છે કે, લોકો ભૂલી ગયા છે કે કોરોના હજી પણ આપણી વચ્ચે છે અને તેને અવગણવાની જરૂર નથી. દિવાળીની રજાઓ પછી સામૂહિક કોરોના ટેસ્ટ હાથ ધરવામાં…

Top Stories Gujarat
Gujarat Corona Third Wave

Gujarat Corona Third Wave: ગુજરાતમાં ફરી કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે અને આરોગ્ય નિષ્ણાતોના મતે આ સ્થિતિ ચિંતાજનક છે. અગાઉ દિવાળી, નવરાત્રી અને જન્માષ્ટમી અને અન્ય નાના તહેવારો પર બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. દિવાળીની રજામાં પણ ગુજરાતના પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમજ ગુજરાતના લોકો રાજ્યની બહાર ફરવા ગયા હતા ત્યારે દેશમાં કોરોના વાયરસનું બીજી લહેર અટક્યા બાદ હવે ગુજરાતમાં ફરી કોરોના વાયરસના કેસોની સંખ્યા વધી રહી છે, ત્યારે આગામી દિવસોમાં ફરી કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

નિષ્ણાંતો જણાવે છે કે, લોકો ભૂલી ગયા છે કે કોરોના હજી પણ આપણી વચ્ચે છે અને તેને અવગણવાની જરૂર નથી. દિવાળીની રજાઓ પછી સામૂહિક કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવશે અને આગામી પંદર દિવસ નિર્ણાયક બની રહેશે. હાલમાં ગુજરાતમાં કોરોના વાયરસ સામે રક્ષણ માટે કોરોના રસી આપવામાં આવી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે જે વ્યક્તિએ રસીના બંને ડોઝ લીધા છે તેને કોરોના થઈ જશે પરંતુ તે બહુ જીવલેણ નહીં હોય. તેમનું કહેવું છે કે જો આપણે રસી લઈશું તો બચી જઈશું, ઈન્ફેક્શન થશે પરંતુ જીવલેણ કોરોના વાયરસ થવાની શક્યતા ઘણી ઓછી થઈ જશે. તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે જો બે ડોઝ લેવામાં આવે અને દર્દીને અન્ય કોઈ રોગ ન હોય, તો કોરોના ચેપ સામાન્ય થઈ જશે.

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે, કોરોનામાં કોઈ આગાહી કરવી મુશ્કેલ છે, કારણ કે આ વાયરસ સતત તેનું સ્વરૂપ બદલતો રહે છે. તેઓ કહે છે કે રસીનો ડોઝ મોટા ભાગે આપવામાં આવ્યા છે તેથી એવું લાગે છે કે આપણે જીવલેણ ત્રીજી લહેરનેને ટાળી શકીશું. આપણે માની લેવું પડશે કે ત્રીજી લહેર આવી રહી છે, સરકાર પણ તૈયારી કરી રહી છે કે આ વાયરસ કેમ બદલાઈ રહ્યો છે, તો આપણે કોવિડના નિયમોનું પાલન કરવું પડશે. જેમ કે જ્યારે યુરોપ અને અમેરિકામાં ત્રીજી લહેર આવી ત્યારે લોકો માનતા હતા કે જો આપણે ફાઈઝર અને મોર્ડનની રસી લઈશું તો આપણને સંપૂર્ણ રક્ષણ મળશે. પરંતુ કોરોનાએ તેઓનો ભ્રમ તોડી નાખ્યો છે.

આ પણ વાંચો: pm kisan samman nidhi/ ખેતીના કાર્યો માટે સમયસર પૈસા આપના ખાતામાં પહોંચે તે કેન્દ્ર સરકારની ફરજ છે: PM મોદી